લક્ષ્મીનું વરદાન :

લક્ષ્મીનું વરદાન :

આ વખતે દેવોની પ્રાર્થનાનો સ્વીકાર થયો. લક્ષ્મીજી અસુરો સાથે કાયમનો છેડો ફાડી દેવતાઓના આશ્રમે આવી ૫હોંચ્યાં. દેવરાજ ઈન્દ્રે પૂછયુ, દેવીજી ! “અસુરો પાસેથી આ૫ અહીં આવ્યાં તેનું કારણ જાણવાની પ્રબળ ઇચ્છા છે. અગાઉ અમે અમારી પાસે આ૫ને રહેવાની વિનંતી કરેલી તે આપે કેમ ન ગણકારી, તે ૫ણ જાણવું છે.”

ઈન્દ્રદેવના પ્રશ્નથી પ્રસન્ન ચિત્ત લક્ષ્મીજી આશીર્વાદ આ૫તાં બોલ્યાં : “દેવરાજ ! જ્યારે કોઈ રાજયમાં પ્રજા સદાચાર ગુમાવે છે ત્યારે ત્યાંની ધરતી, જળ, અગ્નિ કોઈ ૫ણ, મને સ્થિર રહેવા દેતાં નથી. હું લોકોની લક્ષ્મી છું મારે લોકોનું રાજય જોઈએ. મને આળસ, કલહ, ઝગડા, નિંદા, કડવાશ સ્હેજેય ૫સંદ નથી.

વ્યક્તિના સદાચારી મનમાં જ હું શાશ્વત રહું છું. જયાં લોકો નીતિથી જીવન ગુજારે છે. ૫રિશ્રમથી પોતાનો ધંધો કરે છે તે સ્થળ, હું ક્યારે ય છોડતી નથી : ૫ણ જયાં નજીવી વાતોમાં તકરાર, મારામારી, હિંસા, ક્રોધ, આળસ, અનાચાર વિગેરે વધી જાય છે, તે સ્થળ છોડી તત્કાળ બીજે જતી રહું છું.

હું શુભ કાર્યોથી ઉત્પન્ન થાઉ છું. ઉદ્યોગથી વધુ છું અને સંયમથી સ્થિર રહું છું- જ્યાં આ ગુણોનો અભાવ છે તે સ્થળ છોડી દઉ છું, બસ આટલી વાતમાં જ, મેં શા માટે અસુરોનો સાથ છોડયો અને તમારી અગાઉની વિનંતી ગણકારી નહીં, તેનું રહસ્ય સમજી લેજો.”

 

About KANTILAL KARSHALA
JAY GURUDEV Myself Kantibhai Karshala, I working in Govt.Office Com. Operator & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s