હવે થઈ રહ્યો છે પ્રજ્ઞાવતારનો વિસ્તાર
December 18, 2010 Leave a comment
આવી રહયો છે યુગાવતાર, પ્રજ્ઞાવતાર
ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
હવે થઈ રહ્યો છે પ્રજ્ઞાવતારનો વિસ્તાર
મિત્રો ! હું વિચારું છું કે આ વાસ્તવિકતા છે,
સચ્ચાઈ છે કે ભગવાન અવતાર લઈ રહ્યા છે અને ભગવાનના અવતારની સાથેસાથે ઘણા બધા માણસો, જે મનુષ્ય રૂપે, દેવતાઓ રૂપે, નાના-નાના દેવતાઓ રૂપે, ખિસકોલીઓ રૂપે, ગીધો રૂપે આ૫ જેવા માણસો લોક કલ્યાણ માટે, લોક મંગલ માટે પોતાને ખુદને ખપાવી નાંખવા માટે, મિટાવી નાંખવા માટે સામે આવી જાય છે.
હું વિશ્વાસ રાખું છું કે કોઈ ૫ણ શક્તિના અવતાર માટે આનાથી મોટું પ્રમાણ બીજું શું હોઈ શકે ? વ્યક્તિની ભીતર, ૫રિવારની ભીતર અને સમાજની ભીતર હું પ્રજ્ઞાવતારનો વિસ્તાર કરવા જઈ રહ્યો છું.














પ્રતિભાવો