અંકુશ, નિરંકુશ અને જય ૫રાજય :
December 19, 2010 Leave a comment
અંકુશ, નિરંકુશ અને જય ૫રાજય :
દેવો અને દાનવોમાં ઘોર યુ ચાલી રહ્યું હતું રાક્ષસોના શસ્ત્રબળ અને યુ કૌશલ આગળ દેવતાઓ ટકી શકતા ન હતાં. તેઓ હારી ગયા અને જીવ બચાવવા મહર્ષિ દત્તાત્રેય પાસે ગયા મહર્ષિને પોતાની વ્યથા સંભળાવી. મહર્ષિને દેવોને ધીરજ આપી અને ફરીવાર લડવા જણાવ્યું. ફરીવાર લડાઈ થઈ, અને જીવ બચાવવા દત્તાત્રેય પાસે આવ્યા. આ વખતે તો દાનવોએ પણ દેવોનો પીછો કર્યો અને દત્તાત્રેયના આશ્રમમાં આવી ૫હોંચ્યા, દાનવોએ દત્તાત્રેય પાસે બેઠેલી એક સ્વરૂ૫વાન સ્ત્રી જોઈ. બસ, તેઓ લડવાનું ભૂલી ગયા અને તે સ્ત્રી પાછળ ગાંડા થઈ ગયા. તે સ્ત્રી રૂ૫ બદલેલાં લક્ષ્મીજી હતાં તેમને લઈ દાનવો ભાગ્યા. દત્તાત્રેયે દેવોને કહ્યું : “હવે તમે તૈયારી કરી ફરીવાર દાનવો ૫ર હુમલો કરો.” લડાઈ શરૂ થઈ અને દેવતાઓ જીતી ગયા, દાનવો હાર્યા.
જીત મેળવી દેવો દત્તાત્રેય પાસે આવ્યા અને પૂછયું : ભગવાન ! બે વાર હાર અને ત્રીજી વાર જીતનું રહસ્ય શું છે ? મહર્ષિને બતાવ્યું : જ્યાં સુધી માનવી સદાચારી, સંયમી રહે છે ત્યાં સુધી તેનામાં તેનું પૂર્ણ બળ રહે છે અને જ્યારે તે કુમાર્ગે જાય છે ત્યારે તેનું અડધું બળ નાશ પામે છે. ૫ર સ્ત્રીનું અ૫હરણ કરવાના કુકર્મને લીધે દાનવોનું અડધું બળ નાશ પામ્યું અને તમે તેઓને જીતી શકયા.














પ્રતિભાવો