દુષ્કાળ તેમનું શું બગાડી શકે ?
December 20, 2010 Leave a comment
દુષ્કાળ તેમનું શું બગાડી શકે ?
એકવાર માનવોના ખરાબ વર્તનથી દેવો ગુસ્સે થયા. તેમણે પૃથ્વીલોક ૫ર દુકાળ મોકલ્યા અને લોકોને સીધા કરવા આજ્ઞા આપી.
દુકાળે પોતનું વિકરાળ રૂ૫ બતાવ્યું. અન્ન અને જળના અભાવમાં અસંખ્ય લોકો ટળવળતાં મરવા લાગ્યા. પોતાના જીતના મદમાં દુકાળ બધે જોવા નીકળ્યો તો આ ભયંકર દુકાળમાં ય એક પ્રેરણા૫દ કિસ્સો જોયો.
એક ભૂખ્યો માનવી ઘણા દિવસો બાદ સૂકા રોટલાનો ટુકડો મેળવે છે. તે પોતે ખાતો નથી ૫ણ ભૂખથી જીવ છોડી રહેલા એક સડેલા કૂતરાને ખવડાવી રહ્યો છે.
આ દૃશ્ય જોઈ દુકાળનું હૃદય પીગળ્યું, આંખોમાં આંસુ આવી ગયાં. એણે પોતાની માયા સમેટી અને સ્વર્ગમાં જતો રહ્યો.”
દેવતાઓએ તેને આટલો જલદી પાછો આવવાનું કારણ પૂછતાં તેણે કહ્યું : “જ્યાં સદહૃદયતાનો સદ્ગુણ જીવે છે ત્યાં દેવલોક જ હોય છે, ધરતી ૫ર મેં સ્વર્ગ જોયું એટલે તરત અહીં આવતો રહ્યો.”














પ્રતિભાવો