શેતાનનો ખજાનો :
December 21, 2010 Leave a comment
શેતાનનો ખજાનો :
એક વાર શેતાનનું મન પોતાના રોજિંદાં કામકાજથી કંટાળી ગયું અને તેણે સંન્યાસ લેવાનું વિચાર્યું. એણે પોતાની બધી મિલકત વેચવા કાઢી. વેચાણના દિવસે લોકોનાં ટોળે ટોળાં ઊમટ્યાં અને શેતાનની મિલકત, ઘરવખરી ચીજ વસ્તુઓ ખરીદવા લાગ્યાં.
વ્યસન, ઈર્ષ્યા, નિંદા, અપ્રમાણિકતા, એશઆરામ, સ્વાર્થ, ઉતાવળ, અધીરાઈ વિગેરે ચીજો લોકોને ખૂબ ગમી અને મોં માગી કિંમત શેતાનને આપી આ બધી વસ્તુઓ ખરીદી લીધી. જેઓ પૈસાના અભાવે ખરીદી ન શકતા તેઓ નિરાશ થઈ પાછાં ગયા.
સાવ થોડા સમયમાં જ શેતાનની બધી મિલકત વેચાઈ ગઈ અને હવે માત્ર એક વસ્તુ તેની પાસે રહી જે તે વેચવા માગતો ન હતો. લોકોએ કહ્યું, જ્યારે તમે બધું જ વેચી રહ્યા છો તો એક ચીજ પ્રત્યે આટલી મમતા કેમ રાખો છો ? એને ૫ણ વેચીને નિશ્ચિત થઈ જાવને ?”
શેતાને કહ્યું : “એ મારી સૌથી પ્રિય, અમૂલ્ય, જાદુઈ ચીજ છે. જે કંઈ મેં વેચી દીધું છે તે બધું હું તેના વડે પાછું મેળવી શકું છું. આ સંન્યાસમાં મન નહીં લાગે ત્યારે એ વસ્તુના આધારે મારો ધંધો ફરી શરૂ કરીશ, એને વેચી દઉ તો મારુ અસ્તિત્વ જોખમાઈ જાય.”
ઉત્સુક લોકોએ પૂછયું : “મહેરબાની કરી એ વસ્તુનું નામ તો બતાવો ? અભિમાન સાથે શેતાને કહ્યું : “તે આળસ છે, જો એ હશે, તો હું જે મેળવવા માગું છું તે બધું જ મળશે.”














પ્રતિભાવો