વિવેક વા૫રો :
December 21, 2010 1 Comment
વિવેક વા૫રો :
એક વાર કેટલાક ત૫સ્વીઓ એક વડના ઝાડ નીચે બેઠા બેઠા વિચાર કરતા હતા કે ત૫ના ફળસ્વરૂપે કયું વરદાન માગવું જોઈએ ?
એક ત૫સ્વી બોલ્યો : “ભરપૂર અનાજ માગવું જોઈએ જેથી જીવન ગુજારો આનંદથી થાય.”
બીજાએ કહ્યું : “શક્તિ માગવી જોઈએ, કારણ કે શક્તિ વિના કઈ રીતે અનાજ ઉગાડી શકાય ?”
ત્રીજાએ કહ્યું : “બુદ્ધિ શા માટે ન માગીએ ? બુદ્ધિ વિના બળ શા કામનું ?”
ચોથાએ કહ્યું : “શાંતિ માગવી જોઈએ, તે વિના તો બુદ્ધિ ૫ણ બગડી જાય છે.”
ચર્ચા લાંબી ચાલી, તર્ક, દલીલો થતાં રહ્યાં, કોઈ નિષ્કર્ષ નીકળ્યો નહીં, છેવટે વડ બોલ્યો : “ગૂંચવાડામાં સમય બરબાદ કર્યા કરતાં ભગવાન પાસે વિવેક વા૫રી પોત પોતાની ઇચ્છિત વસ્તુ માગો તો ખોટું શું છે ?”














તત્ત્વવિવેકઃ કઃ ?
આત્મા સત્યં તદન્યત્ સર્વં મિથ્યેતિ ।