જીવ-શિવનો તફાવત :
December 23, 2010 Leave a comment
જીવ-શિવનો તફાવત :
નર અને નારાયણની એકતાનું વિશ્લેષણ કરતાં ગંગા નદી તટે બેસી એક તત્વદર્શી કહી રહ્યા હતા. “જીવ ઈશ્વરનો જ અંશ છે, જે ગુણ નારાયણમાં છે તે પ્રત્યેક જીવમાં મોજૂદ છે.”
સાંભળનારમાંથી એકે પૂછયું : “મહારાજ ! શિવ તો સર્વજ્ઞ અને સર્વ શક્તિમાન છે જ્યારે જીવ અલ્પજ્ઞ (થોડું જ જ્ઞાન ધરાવનાર) અને ઓછી તાકાતવાળો છે છતાં તમે કઈ રીતે સરખામણી કરો છો?”
તત્વદર્શીએ કહ્યું “એક લોટો ગંગાજળ ભરી લાવો.” પેલાં પ્રશ્ન પૂછનારા ભાઈ વહેતાં ગંગાજીમાંથી પાણી ભરી લાવ્યા. તત્વદર્શીએ પૂછયું : “ગંગાજળ અને આ લોટાના પાણીમાં કોઈ ફરક તો નથી ને?” “જિજ્ઞાસુએ કહ્યું : “ના, તે બંને એક જ છે.” તત્વદર્શીએ પૂછયું : “ગંગાજીમાં વહાણો ફરી રહ્યાં છે એક વહાણ આ લોટામાં ફેરવી બતાવો.” જિજ્ઞાસુ કહે : “લોટો નાનો છે, પાણી થોડું છે તેમાં કઈ રીતે વહાણ ચલાવાય ? “તત્વદર્શીએ ગંભીરતાથી કહ્યું : “બેટા ! જીવ એક નાની સીમામાં બંધ હોવાથી લોટાના જળની જેમ અલ્પજ્ઞ અને અશક્ત જણાય છે. જો આ લોટાનું પાણી ગંગાજીમાં ૫ધરાવી દેવામાં આવે, તો તેના ૫ર વહાણો ફરી શકશે. એ રીતે જીવ પોતાની સંકુચિતતાનાં બંધન તોડી મહાન બની જાય તો ઈશ્વરની જેમ સર્વજ્ઞ અને સર્વશક્તિમાન બની શકે છે.
જિજ્ઞાસુ, જીવ અને શિવનો તફાવત સમજી શકયો અને સંકુચિતતા છોડી જીવ શિવ બની શકે છે તે ૫ણ સમજી શકયો.














પ્રતિભાવો