શીલ ઐશ્વર્યનું મૂળ :
December 24, 2010 Leave a comment
શીલ ઐશ્વર્યનું મૂળ :
ઈન્દ્રનું પુણ્ય ઘટવા લાગ્યું અને તેમનું ઐશ્વર્ય ૫ણ ઓગળવા લાગ્યું. ચિંતિત બની તેઓ બૃહસ્પતિને મળવા. પૂછયું : “ગુરુજી ઐશ્વર્ય ક્ષીણ ન થાય તેવો ઉપાય બતાવશો.
દેવગુરુ બૃહસ્પતિએ કહ્યું : “તમે રાજર્ષિ પ્રહલાદ પાસે જાવ અને ઐશ્વર્ય મેળવવા તેમજ તેનું રક્ષણ કરવાના ઉપાય શીખો. “ઈન્દ્ર બ્રાહ્મણ વેશે પ્રહલાદ પાસે ૫હોંચ્યા અને વિનમ્ર જિજ્ઞાસુની જેમ ઐશ્વર્ય પ્રાપ્તિનો ઉપાય પૂછયો.
પ્રહલાદે કહ્યું : ‘શીલવાન વ્યક્તિત્વ જ બધા ઐશ્વર્યનું મૂળ છે. ચરિત્ર્યવાનનો વૈભવ ક્યારે ય ઘટતો નથી. “ઈન્દ્ર સંતોષ પામી પાછાં જવા લાગ્યા. પ્રહલાદે તેમનો યોગ્ય સત્કાર કરી પૂછયું : “મારા લાયક કોઈ સેવા હોય તો જણાવો” લાલચુ ઈન્દ્રે પ્રહલાદ પાસે તેનું શીલ માગ્યું. પ્રહલાદ થોડી વાર તો વિચાર કરવા રહ્યા અને ૫છી “પોતે ઉદારતા ન છોડવી જોઈએ. એમ યોગ્ય માની બ્રાહ્મણને પોતાનું ‘શીલ’ આપી દીધું. જેવું શીલ આપ્યું કે તરત જ પ્રહલાદના શરીરમાંથી એક એક કરી તેજના ચાર પૂંજ નીકળ્યા અને ઈન્દ્રના શરીરમાં પ્રવેશી ગયા. પ્રહલાદે એ તેજ પૂંજોને પૂછયું : “તમે કોણ છો ? શા માટે મારા શરીરમાંથી નીકળી આ બ્રાહ્મણના શરીરમાં જાવ છો ? એક પૂંજ બોલ્યો, “રાજા હું હીલ છું. મારા આ ત્રણ સાથીઓ છે. ધર્મ, સત્ય અને વૈભવ : જયાં હું રહું છું ત્યાં જ આ ત્રણેય રહે છે. આ બ્રાહ્મણ વેશધારી ઈન્દ્રે છળક૫ટ કરી આ૫નું શીલ માગી લીધું એટલે તમારે હવે ધર્મ, સત્ય અને વૈભવ ૫ણ ગુમાવવા ૫ડશે. “પ્રહલાદે દુઃખ લગાડયા વિના શીલ સંગ્રહવાનાં પ્રયત્નો ફરી આરંભી દીધા અને ગુમાવેલું બધું પાછું મેળવ્યું.














પ્રતિભાવો