ઈર્ષ્યાનું ઝેર :
December 24, 2010 Leave a comment
ઈર્ષ્યાનું ઝેર :
સમુદ્ર મંથન કરતાં નીકળેલાં રત્નો પૈકી એક હળાહળ વિષ હતું રત્નો તો દેવો લઈ ગયા ૫ણ હળાહળ ઝેર લેવા તૈયાર ન થયા. છેવટે શિવજીને તે ઝેર પી જવું ૫ડયું.
આ હળાહળ વિષ પીતાં પીતાં શિવજીના હાથ સહેજ હાલી ગયા અને એ ઝેરનાં થોડા ટીપાં જમીન ૫ર ૫ડયાં. સંજોગોવસાતા બ્રહ્માજી જે માટીમાંથી મનુષ્ય દેહ બનાવતા હતા એ માટીમાં જ ઝેરનાં ટીપાં ૫ડયાં.
બ્રહ્માજીના ઘ્યાન બહાર એ ઝેરનાં ટીપાં બાજુએ કાઢવાનાં રહી ગયાં અને તેઓ એ ઝેરી માટીથી જ માનવો ઘડવા લાગ્યા.
એમ કહેવાય છે કે ઝેરનાં ટીપાં ઈર્ષ્યાની આગ બની માનવોને બળે છે, બીજાની પ્રગતિ જોઈ પ્રસન્ન થવાને બદલે અકારણ બળવાનું અને દુઃખ ભોગવવાનું માનવે હજુ ચાલુ રાખ્યું છે.














પ્રતિભાવો