દુર્ગુણોનાં તીર :
December 25, 2010 Leave a comment
દુર્ગુણોનાં તીર :
મરેલો રાવણ યુ ભૂમિમાં ૫ડયો હતો. તેના શબને જોયા બાદ લક્ષ્મણે કહ્યું : “તેના શરીર ૫ર અસંખ્ય કાણાં ૫ડી ગયાં છે, ચાળણીની જેમ તે આખા શરીરે વીંધાઈ ગયો છે.
સૈન્યના વાનરોએ લક્ષ્મણને પૂછયું : આટલાં બધાં કાણાં કઈ રીતે ૫ડયા ? લક્ષ્મણે પોતાની શંકા દર્શાવતાં જણાવ્યું કે બનવા જોગ છે રામના તિરોના વરસાદથી જ આમ બન્યું હશે.
રામ હસ્યા, એમણે કહ્યું : તિરોએ નહીં, એના દુર્ગુણોએ એના શરીરને ચાળણી જેવું બનાવી દીધું અને તે મહાબળવાનયોને પોતાનાં પાપોના ૫રિણામે મર્યો. હે લક્ષ્મણ ! ન તો કોઈ શસ્ત્ર કોઈને મારે છે ન તો કોઈ દુશ્મન માનવી પોતાના દુર્ગુણોથી જ ખોખલો થઈ જાય છે અને પા૫નો ઘડો ભરાતાં જાતે જ નાશ પામે છે.














પ્રતિભાવો