ઘરમાં ભગવાનનો વાસ :
December 25, 2010 Leave a comment
ઘરમાં ભગવાનનો વાસ :
એક વ્યક્તિને સંન્યાસ લેવાની ઇચ્છા થઈ. અડધી રાત્રે ઊઠી ઘરબાર છોડી ઈશ્વરની શોધમાં નીકળી ૫ડયો. સૂતેલાં ૫ત્ની, બાળકો તરફ તિરસ્કારથી જોઈ બોલ્યો આ એ દુષ્ટો છે જેમને મને માયાજાળમાં બાંધી રાખ્યો હતો.
માની સડમાં સુતેલા બાળકે સ્વપ્નમાં આ ઘટના જોઈ અને એકદમ ચીસ પાડી ઊઠયો. એકદમ માં એ બાળકને હૃદય સરસો ચાંપી દીધો. ધીમેથી ભગવાને કહ્યું : મૂર્ખ, માયાજાળ અને કર્તવ્ય બંધનોમાં મેં જ તને બાંધયો હતો. આ માને જો, રડતા બાળકને છાતી સરસું ચાંપી દઈ શાંત કરે છે અને એક તું છે જે આશ્રિતોને દગો આપી નાસી જાય છે. હું તો કુટુંબીઓના રૂ૫માં તારા ઘરમાં હયાત છું. તું મને ક્યાં શોધવા ચાલ્યો.?














પ્રતિભાવો