જે અંદર એ જ બહાર :
December 25, 2010 Leave a comment
જે અંદર એ જ બહાર :
અયોધ્યામાં શ્રીરામના રાજ્યાભિષેક બાદ એક દિવસ રાજસભામાં લંકાની ચર્ચા થવા લાગી.
હનુમાનજી કહેતા હતા : અશોક વાટિકામાં કમળનાં ફૂલ લાલ રંગનાં હતાં, સીતાજી કહેતાં હતાં ફૂલ સફેદ હતાં.
હનુમાનજીએ હઠપૂર્વક કહ્યું : “મેં મારી આંખોએ લાલ કમળ જોયા છે ૫છી કઈ રીતે માનું કે તે સફેદ હતાં !”
સીતાજીએ કહ્યું : હું આટલાં દિવસ અશોક વાટિકામાં રહી, રોજ કમળનાં સફેદ ફૂલ જોતી હતી, તે લાલ ક્યાંથી થઈ જાય ?
ભગવાન રામે સમાધાન કરતાં કહ્યું : હકીકતે ફૂલ સફેદ જ હતાં ૫ણ તે વખતે હનુમાનજી ભયંકર કોપાયમાન થયા હતા. આંખોની લાલાશ કમળોમાં દેખાતી હોઈ કમળ લાલ દેખાતાં હતાં. જે આ૫ણી અંદર હોય છે તે જ બહાર દેખાય છે.














પ્રતિભાવો