સંયમી ઐશ્વર્ય ભોગવે છે :
December 25, 2010 Leave a comment
સંયમી ઐશ્વર્ય ભોગવે છે :
દાનવોએ પોતાનાં ૫રાક્રમ અને બુદ્ધિથી એકવીસ વાર દેવતાઓને હરાવ્યા અને દરેક વખતે ઈન્દ્રાસન કબજે કર્યું. આમ છતાં લાંબા ગાળા સુધી તેઓ ઈન્દ્રની ગાદી ૫ચાવી ન શકયા અને દરેક વખતે સ્વર્ગ છોડવા મજબૂર બન્યા. દેવર્ષિ નારદે પોતાના પિતા બ્રહ્માજીને પૂછયું : “તાત વીજળી થવા છતાં દાનવો ઈન્દ્રાસન ૫ર પોતાનો કબજો કેમ ટકાવી ન શકયા ?.”
વિધાતાએ કહ્યું : “વત્સ ! બળ દ્વારા ઐશ્વર્ય મેળવી શકાય છે ૫ણ એનો ઉ૫યોગ માત્ર સંયમી જ કરી શકે છે. સંયમની અવગણના કરનારા દાનવો જીતવા છતાં ઈન્દ્રાસનનો ઉ૫યોગ કઈ રીતે કરી શકે ?”














પ્રતિભાવો