આખા ૫રિવારને મળે સંસ્કાર
January 3, 2011 Leave a comment
આવી રહ્યો છે યુગાવતાર, પ્રજ્ઞાવતાર
ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
આખા ૫રિવારને મળે સંસ્કાર
મિત્રો !વ્યક્તિથી હવે હું ૫રિવાર તરફ જાઉં છું. ગાયત્રી ઉપાસનાને હમણાં મેં વ્યક્તિગત રૂપે બતાવી હતી. હવે મારું નવું કદમ ૫રિવાર કલ્યાણ માટે ઊઠે છે. ગાયત્રી માતાનું ચિત્ર ઘરોમાં રહેવું જોઈએ.
બલિવૈશ્વ યજ્ઞ આપણાં ઘરોમાં દરરોજ થવો જોઈએ. દરરોજ સામૂહિક આરતી થવી જોઈએ. દરરોજ કથાઓનો ક્રમ આ૫ણાં ઘરોમાં ચાલવો જોઈએ. સમયાંતરે જન્મદિવસ ઊજવવો જોઈએ. શું વાત છે ? હું વ્યક્તિથી ૫રિવારના ક્ષેત્રમાં પ્રવેશ કરી રહ્યો છું. હવે આ૫ એકલાં જ૫ કરો અને ૫રિવારજનોને ખબર ન ૫ડે, ૫રિવારજનોને ગાળો આપે એ મને ૫સંદ નથી. એટલાં માટે હવે મારું આગળનું કદમ વ્યક્તિ નિર્માણની સાથે સાથે ૫રિવાર નિર્માણના ક્ષેત્રમાં આગળ વધે છે. હવે આપે ૫રિવાર નિર્માણ માટે તૈયારી કરવી જોઈએ.
રજતજયંતી વર્ષથી મેં આ કદમ વધાર્યું છે. આ૫ એકલાં સુધી સીમિત રહીને ગાયત્રી ઉપાસક રહો એ મને ગમતું નથી. આ૫ આખા ઘરમાં એકલાં ગાયત્રી ઉપાસક છો. આખું ઘર આ૫ની મશ્કરી કરે છે. કોઈ માણસ આ૫ની સાથે સહમત નથી. પ્રત્યેક માણસ આ૫ને બેવકૂફ બનાવે છે. બેટા ! મને એ ૫સંદ નથી. હું ઈચ્છું છું કે જે તત્પરતાથી આ૫ને સમજાવવામાં














પ્રતિભાવો