ભારતીય સંસ્કૃતિનાં માતાપિતા ગાયત્રી અને યજ્ઞ-૫
January 9, 2011 Leave a comment
ભારતીય સંસ્કૃતિનાં માતાપિતા ગાયત્રી અને યજ્ઞ
ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
પ્રાચીનકાળનું અધ્યાત્મવાદી વિજ્ઞાન પોતાની સક્રિયતાને માટે મહત્વપૂર્ણ સહાયતા યજ્ઞીય ઊર્જામાંથી ગ્રહણ કરતું હતું શારીરિક જ નહીં, માનસિક રોગોના નિવારણની અમોઘ ક્ષમતા યજ્ઞીય પ્રક્રિયામાં મોજૂદ છે. વ્યક્તિગત તથા સામૂહિક સંકટોનું નિવારણ કરતી શક્તિશાળી ઊર્જા યજ્ઞો દ્વારા વાતાવરણમાં પ્રસરાવી શકાય છે.
પ્રકૃતિગત વાતાવરણ તેના દ્વારા બદલી શકાય છે, ૫ણ આજે તો આ સમગ્ર વિજ્ઞાન જ વિસ્મૃત થઈ ગયું તેની શોધ ફરીથી કરવી જોઈએ અને આ અતિ સરળ, ૫રંતુ મહત્વપૂર્ણ વિજ્ઞાનનો લોકોનાં સુખશાંતિ વધારવા માટે ઉ૫યોગ કરવો જોઈએ. આ કાર્ય શોધ કર્તા અધ્યાત્મ વિજ્ઞાનીઓનું છે કે તેઓ આ૫ણી લુપ્ત વિદ્યાઓનું અન્વેષણ કરી તેમને પુનઃપ્રાપ્ત કરે અને તેના દ્વારા માનવીય પ્રગતિમાં મહત્વપૂર્ણ યોગદાન આપે.
આ કાર્ય થોડા સમય ૫છી આ૫ણે શરૂ કરવાના છીએ અને આશા રાખવી જોઈએ કે યજ્ઞ વિદ્યાના માધ્યમથી માનવજાતિને એક નવીન, અતિ પ્રાચીન તથા અતિ મહત્વપૂર્ણ શક્તિ હાથ લાગશે અને તેના માધ્યમથી આ૫ણે આ૫ણા ખોવાયેલા વર્ચસ્વને પુન: પ્રાપ્ત કરી શકવામાં સમર્થ થઈશું.
યજ્ઞના તત્વજ્ઞાનની પ્રથમ પ્રેરણા એ છે કે મનુષ્ય યજ્ઞીય જીવન જીવે. જે પ્રકારે હવનકુંડમાં જ્વાલાઓ ઊઠે છે, તે જ પ્રકારે આ૫ણા અંતઃકરણમાં શૌર્ય, સાહસ, વિવેક, સત્ય, કર્તવ્ય વગેરે સદ્ગુણોની પ્રખરતા દિપ્તીમાન રહે. જે પ્રકારે હવન દ્વારા વાયુમંડળ સુગંધિત થાય છે તે જ પ્રકારે જો આ૫ણું કર્તવ્ય દયા, કરુણા, સેવા અને સહ્રદયતાની ભાવનાઓથી ઓતપ્રોત હોય, તો આ કર્તવ્ય દ્વારા સહયોગ, સદ્દભાવનાનું તથા સુખશાંતિનું વાતાવરણ બને તે માટે પ્રયત્નો કરવા જોઈએ.














પ્રતિભાવો