ભારતીય સંસ્કૃતિનાં માતાપિતા ગાયત્રી અને યજ્ઞ-૧
January 9, 2011 Leave a comment
ભારતીય સંસ્કૃતિનાં માતાપિતા ગાયત્રી અને યજ્ઞ-૧
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
ગાયત્રી મહામંત્ર ઉપાસનાની દૃષ્ટિએ ૫રમ સામર્થ્યવાન છે. શાસ્ત્રકારોએ તેનાં પાંચ મુખ, પાંચ નામ દર્શાવ્યાં છે :
(૧). અમૃત, (ર). પારસ, (૩). કલ્પવૃક્ષ, (૪). કામધેનું, (૫). બ્રહ્મા.
આ પાંચેય દ્વારા જે લાભ ઉઠાવી શકાય છે, તે સર્વને આપી શકવાની ક્ષમતા આ મહામંત્રમાં સમાયેલી છે. મનુષ્યની અંદર અન્નમય કોશ, મનોમય કોશ, પ્રાણમય કોશ, વિજ્ઞાનમય કોશ અને આનંદમય કોશ છે. આ પાંચેયમાં અગણિત રહસ્યમય શક્તિઓ છુપાયેલી છે. તેમને જાગૃત કરવા ગાયત્રી ઉપાસનાથી શ્રેષ્ઠ બીજી કોઈ મોટી સાધના નથી. ષટ્ચક્રોનું ભેદન, કુંડલિની જાગરણ, સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીરોનું શુદ્ધીકરણ તથા ૧ર મહત્વપૂર્ણ યોગ સાધનાઓની સફળ સાધના ગાયત્રીના માધ્યમથી જ થઈ શકે છે. આ મહાશક્તિને તંત્રમાર્ગથી પ્રયોજીને આશ્ચર્યચકિત કરી દેનાર સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકાય છે. યોગસાધનાનું કેન્દ્રબિંદુ આ૫ણા ધર્મમાં ગાયત્રી મહામંત્ર જ રહ્યો છે.














પ્રતિભાવો