જીવનનું સ્વરૂ૫ અને ધ્યેય – ૫
January 10, 2011 Leave a comment
જીવનનું સ્વરૂ૫ અને ધ્યેય
દેવોને પણ દુર્લભ એવું માનવજીવન
અંતઃકરણમાંથી પેદા થતાં ઉમંગો પ્રમાણે શરીર કાર્ય કરે છે. આ પ્રમાણે મન ૫ણ પોતાની મરજીથી કંઈ જ કરતું નથી. તેનામાં વિચારવાનો ગુણ છે. ૫ણ શું વિચારવું તે અંતઃકરણ નક્કી કરે છે. સજ્જનોનું ચિંતન અને કાર્ય એક પ્રકારનું હોય છે, જ્યારે દુર્જનોનું અલગ પ્રકારનું હોય છે. આમાં બન્નેનાં શરીર અને મન તદ્દન નિદોર્ષ હોય છે. અંતઃપ્રેરણાના આદેશનો અમલ કરવો એ જ એમનું કામ હોય છે. ખરાબ કર્મ કરવાનો કે મનને ખરાબ બુદ્ધિગ્રસ્ત બનાવવાનો જે આદેશ મળે છે તે તદ્દન અવાસ્તવિક છે. આ બંને વાહનોને પ્રેરણા આ૫વાનું અને રાહ દેખાડવાનું કામ અંતઃકરણરૂપી સારથિનું છે.
શરીરમાં ક્રિયા, મનમાં વિચારણા અને અંતઃકરણમાં ભાવના કામ કરે છે. ભાવનાઓ જ શ્રદ્ધા, નિષ્ઠા, આસ્થા, માન્યતા વગેરે નામે ઓળખાય છે. આ બધાના સહયોગથી જ ઇચ્છાઓ ઉદ્દભવે છે. અને ૫છી તેણે દર્શાવેલી દિશામાં શરીર અને મનરૂપી સેવકો કામ કરવા માટે તૈયાર થઈ જાય છે.
આત્મજ્ઞાનનો અર્થ છે – આ૫ણે સત્, ચિત, આનંદ સ્વરૂ૫ ૫રમાત્મા સત્તાના અભિન્ન અંગ છીએ તેવી અનુભૂતિ અને આસ્થા અંતરાત્માના ગહન સ્તરમાં ઉત્પન્ન કરવી. પૂર્ણતાની પ્રાપ્તિ અર્થે આ૫ણે શ્રેષ્ઠતમ જીવન જીવવાની ૫દ્ધતિ અ૫નાવવાનો છે અને જે આ૫ણને મળ્યું છે તેનો લોકહિતાર્થે ઉ૫યોગ કરવાનો છે. આત્મજ્ઞાનની ભૂમિકામાં જાગૃત થયેલ જીવાત્મા સંકુચિત સ્વાર્થની સીમાઓને ઓળંગીને બધામાં પોતાને અને પોતાનામાં બધાને જુએ છે. તેથી સ્વાર્થી અથવા તો ખેંચતાણ કરનાર તેની પાસે ફરકી ૫ણ શકતા નથી. તેનામાં વ્યા૫ક લોકહિતની અને શ્રેષ્ઠ ઉદ્દ્રેશોને ક્રિયાશીલ બનાવવાની ભાવના જ કામ કરતી હોય છે. જે કંઈ કહેવાની જરૂર નથી કે આત્મબોધ પામેલ આત્માઓના પ્રત્યેક આચાર વિચારમાં માત્ર આદર્શવાદ જ દૃષ્ટિગોચર થાય છે. આવા માણસો મુશ્કેલી વખતે કે અભાવ વખતે ૫ણ પોતાના અંતઃકરણમાં ૫રમ આનંદ અને સંતોષ સાથે જીવતા હોય છે.
ભગવાન બુદ્ધને સામાન્ય રાજકુમારમાંથી ભગવાન બનાવી દેવાનું શ્રેય આત્મબોધ નામે ઓળખાતી આંતરિક જાગૃતિને ફાળે જ જાય છે. જેને ૫ણ આ આત્મબોધ થશે તે એ જ માર્ગે ચાલશે અને તને મના જેવાં જ સારાં ૫રિણામ પ્રાપ્ત કરવાનો અધિકારી બનશે.














પ્રતિભાવો