આ જ છે વિશ્વમાતા
January 12, 2011 Leave a comment
આવી રહ્યો છે યુગાવતાર, પ્રજ્ઞાવતાર
ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
આ જ છે વિશ્વમાતા
મિત્રો ! જે આગળનો જમાનો આવશે, તેની હું વાત કહું છું. એકતાની સાથે જ માણસની એક સંસ્કૃતિ હશે. એક સંસ્કૃતિ, એક રાષ્ટ્ર અને એક ભાષા હશે. હજી આ૫ ભાષાની બાબતમાં બહેરાં – મૂંગા જેવા દેખાવ છો. આ૫ દક્ષિણ ભારતમાં રહો છો અને આ૫ ઉત્તર ભારતમાં રહો છો.
આ૫ તલિમ બોલો છો અને અમે મરાઠી બોલીએ છીએ, બોલો. કેમ સાહેબ ! આ૫ મૂંગા છો ? મૂંગા તો નથી, ૫ણ આ૫ની ભાષા અમે જાણતા – સમજતા નથી.
અમે એકબીજાની ભાષાઓ જાણતા નથી. આખી મનુષ્ય જાતિ વચ્ચે ખાઈ પેદા કરનારી આ ભાષાઓ છે. હવેની વખતે જે ભાષા હોવાની છે તે એક ભાષા હશે. હું આ૫ને એ જ કહેવાનો હતો. હું આ૫ને વિશ્વમાતાની ઝાંખી કરાવી રહયો હતો. આગામી જે વિશ્વ આવશે, તેમાં પ્રત્યેક માણસની નૈતિક જવાબદારી હશે. જેમાં સમતા અને સ્વચ્છતાના સિદ્ધાંત હશે.
માણસ એકબીજાને પ્રેમ કરશે. એકબીજાને મદદ કરશે. માણસ, માણસનું શોષણ કરવાની અને એકબીજાનું લોહી પીવાની ટેવ છોડી દેશે. આપે અમારું લોહી પીવાનું નથી અને નથી અમારે આ૫નું લોહી પીવાનું. આ૫ણે એકબીજાને મદદ કરવાની છે. આપે અમને મદદ કરવાની છે અને અમારે આ૫ને કરવાની છે. જો આ વિચાર દુનિયામાં આવી જાય, તો આ૫ જોશો કે દુનિયામાં કેવી અશાંતિ આવી જાય છે.














પ્રતિભાવો