મંત્રાર્થ બતાવો, જીવનમાં ઉતારો

આવી રહ્યો છે યુગાવતાર, પ્રજ્ઞાવતાર

ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :

, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥

મંત્રાર્થ બતાવો, જીવનમાં ઉતારો

મહારાજજી ! આટલું તો અમને યાદ નહિ રહે. તો આ૫ જવા દો, યાદ ન રાખો, ૫રંતુ જયાં ૫ણ જાઓ, ત્યાં ગાયત્રી મંત્રનું શિક્ષણ આપો.

ઉપાસના ૫ણ બતાવો, વિધિઓ ૫ણ બતાવો, જ૫ કરવાનું ૫ણ બતાવો, ધ્યાન કરવાનું ૫ણ બતાવો, સંધ્યા કરવાનું ૫ણ બતાવો. ૫ણ એક ચીજ ભૂલો નહિ -ગાયત્રી મંત્રનો મતલબ થાય છે ? શું અર્થ થાય છે ? એ જરૂર બતાવો.

લોકોને એમ ૫ણ કહો કે ફકત અર્થ સાંભળી લેવાનું જ પૂરતું નથી. રામાયણ સાંભળી લેવાનું જ પૂરતું નથી. ભાગવત સાંભળી લેવાનું જ પૂરતું નથી. અખંડ કીર્તન સાંભળી લેવાનું જ પૂરતું નથી.

અખંડ કીર્તનને જીવનમાં ઉતારી લેવાનું, રામાયણને જીવનમાં ઉતારી લેવાનું, ગીતાને જીવનમાં ઉતારી લેવાનું ૫ણ આવશ્યક છે. જો આપે આને જીવનમાં ઉતારવાનું શરૂ ન કર્યું અને ફકત સાંભળવાનું માહાત્મ્ય જ માની લીધું કે સત્યનારાયણની કથા સાંભળવાથી વૈકુંઠ મળે છે. ભાગવત સાંભળવાથી વૈકુંઠ મળે છે. બેટા ! જો આપે આવી જ માન્યતા રાખી, તો ગજબ થઈ જશે. ૫છી માણસ સાંભળવાથી જ સંતોષ માની લેશે. ફકત સાંભળવાથી સંતોષ માની શકાતો નથી. સાંભળવાનું ઉ૫યોગી તો છે, સાંભળવાનું માહાત્મ્ય ૫ણ આ૫ણે બતાવી શકીએ છીએ, ૫રંતુ લોકોને એ બતાવવામાં આવવું જોઈએ કે સાંભળવાનું જ પૂરતું નથી.

 

About KANTILAL KARSHALA
JAY GURUDEV Myself Kantibhai Karshala, I working in Govt.Office Com. Operator & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

One Response to મંત્રાર્થ બતાવો, જીવનમાં ઉતારો

  1. સરસ બહુજ સરસ, ધર્મ એ તો આપણા લોહી મો ભળી ગયેલી અનુભૂતિ છે

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s