કાગવડમાં ખોડલધામ શિલાન્યાસ :
January 22, 2011 2 Comments
કાગવડમાં ખોડલધામ શિલાન્યાસ :
સંદેશ ન્યૂઝ તથા આજકાલ દૈનિક ન્યુઝ પેપરમાં તા.રર-૧-ર૦૧૧ પ્રસિદ્ધ થયેલ સમાચાર
કાગવડમાં સંકુલ સહિત રૂ. ર૫૦ કરોડનાં ખર્ચે મંદિર નિર્માણ થશે.
તા.૨૧.૧.૨૦૧૧ : ૬ લાખ ભાવિકો ઊમટયા, ૮૦ કરોડનું દાન એકત્ર

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના ગામ કાગવડ કાગભુષંડીજીએ ત૫ કર્યું હોવાના કારણે જેનું નામકરણ થયું હતું તેવા કાગવડ ગામની સીમમાં ૭૦ એકર વિશાળ જમીન ૫ર ભવ્યાતિભવ્ય ખોડલધામ મંદિર સંકુલનું નિર્માણ આગામી પાંચેક વર્ષમાં થશે.
કાગવડ ખાતે ગાયત્રી માતાજીની મંદિરની પ્રાણપ્રતિષ્ઠા, ગાયત્રી યજ્ઞ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી વરદ્ હસ્તે સં૫ન્ન થયેલ, આ ૫વિત્ર ભૂમિ ૫ર યજ્ઞ કર્યા બાદ એવી આગાહી કરી હતી કે ભવિષ્યમાં અહીં માતાજીનું ભવ્ય મંદિર નિર્માણ થશે. આ ભવિષ્યવાણીને ન્યુઝ પેપરમાં નોંધ લીધી હતી.
















જય ગુરુદેવ કાન્તીભાઈ .
ગુરુજી તો દીર્ઘ દ્રષ્ટા હતા અને તેમની ભવિષ્ય વાણી સાચી પડી તે જાણી આનંદ થયો . ગુરુજીની તમામ વાતો સાચી થાય .
તપસ્વીઓને વાણી સિધ્ધી હોય છે છે જ
તેને પ્રમાણપત્રની જરુર નથી