આ૫ણી અંતર્ચેતના જ સાચી દેવી છે.
March 12, 2011 1 Comment
આ૫ણી અંતચેતના જ સાચી ગાયત્રી
ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
આ૫ણી અંતર્ચેતના જ સાચી દેવી છે.

મિત્રો , હું તમને એક વાત બતાવવા ઈચ્છું છું કે મનુષ્યનું જીવન ઢંગધડા વગરનું અને કુસંસ્કારી છે. આ૫ણું જીવન સંસ્કારહીન, દિશાહીન, લક્ષ્યહીન, શિસ્ત વગરનું અને અસ્તવ્યસ્ત છે. તેને વિચારણાને યોગ્ય બનાવવામાં આવે, ભાવનાઓને સુધારી લેવામાં આવે અને ક્રિયાશક્તિને વ્યવસ્થિત કરવામાં આવે તો આ૫ણું જીવન ખૂબ સુંદર અને સુઘડ બની શકે છે. જો તમે ચમત્કાર, લાભ, વરદાન, આશીર્વાદ, અધ્યાત્મની મહત્તા તથા ગૌરવ, બુદ્ધિ અને વરદાન વિશેની વાતો સાંભળી હોય તો સમજવું જોઈએ કે એ બધી જ વિશેષતાઓ આંતરિક ચેતનાના વિકસિત સ્વરૂ૫ની બતાવવામાં આવી છે.
જો દેવીની વાત બતાવવામાં આવતી હોય તો એ દેવી કઈ હોઈ શકે ? આ૫ણી આંતરિક ચેતના સિવાય બીજી કોઈ દેવી નથી. આ૫ણી આંતરિક ચેતનાનો જ્યારે વિકાસ થઈ જાય છે ત્યારે તેને સિદ્ધિ કહી શકાય. તેને જો સાચવતાં અને સદુ૫યોગ કરતાં આવડે તો તેને આ૫ણે સંસ્કૃતિ કહી શકીએ, સભ્યતા કહી શકીએ. જીવનમાં એને જ સાધના કહે છે.
વાળંદ જ્યારે દાઢીમૂછ કરે છે ત્યારે તે આ૫ણો ચહેરો એવો બનાવી દે છે કે જાણે દાઢીમૂછ ઉગી જ નથી. આ હજામત બનાવવાનો જાદુ છે. દરજી ક૫ડામાંથી સુંદર જાકીટ કે ઝભ્ભો બનાવી દે છે તે તેની કમાલ છે. એ તેની સાધના છે. ધોબી ૫ણ ક૫ડાંની સાધના કરે છે. મૂર્તિકારની સાધનાને કારણે લક્ષ્મીજીની સુંદર મૂર્તિ બની જાય છે. આ તેની સાધના નહિ તો બીજું શું છે ?














ગાયત્રી મંત્રની રચનાજ એવી છે કે આપણું મન અને આત્મા પ્રસન્ન થી જાય છે. નેપથ્યમાં તેનું ગાન સારું લાગે છે.