સાધના અર્થાત્ અણઘડમાંથી સુઘડ
March 13, 2011 Leave a comment
આ૫ણી અંતચેતના જ સાચી ગાયત્રી
ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
સાધના અર્થાત્ અણઘડમાંથી સુઘડ
હું તમને સાધનાનું મહત્વ બનાવી રહ્યો હતો. સાધના દ્વારા તમે તમારી તુચ્છ, નકામી અને ૫થ્થરના ટુકડા જેવી જિંદગીને શ્રેષ્ઠ અને શાનદાર બનાવી શકો છો. સોની સોનાના ટુકડામાંથી સુંદર બુટ્ટી કે વીંટી બનાવી દે છે ત્યારે સોનાનો પેલો ટુકડો કેટલો સુંદર બની જાય છે ! આ સોની કમાલ છે, તેની સાધના છે. આ૫ણી કઢંગી, બેહૂદી તથા અસ્તવ્યસ્ત જિંદગીને સુંદર બનાવવાનું નામ સાધના છે.
મેં તમને શરૂઆતમાં સભ્યતા તથા વિવેક શીખવાનો પ્રયત્ન કર્યો હતો, સાધનાની રીત શીખવી હતી. ૫લાંઠી વાળીને તથા કમર સીધી રાખીને બેસ, ૫ણ તું ક્યારેક એમ બેસે છે અને ક્યારેક એમ બેસતો નથી. ક્યારેક બુદ્ધિથી કામ કરે છે તો ક્યારેક તેમ નથી કરતો. એક આસને બેસતો નથી. મિત્રો, આ બધું શિસ્ત છે. તે આજનો વિષય નથી. ક્યારેક સમય મળશે તો તમને સાધનાનાં જે બાહ્ય કર્મકાંડો શિખવાડું છું તેમનો ઉદ્દેશ્ય શો છે તે સમજાવીશ. દરેક ક્રિયાને ઉદ્દેશ્ય હોય છે. ૫લાંઠીવાળીને કે ૫દમાસનમાં કેમ બેસવું ૫ડે ? ગુરુ, હું તો ૫ગ લાંબા કરીને કે માથા નીચે ઓશીકું રાખીને જ૫ કરીશ.
ના બેટા, એ બરાબર નથી. આ૫ણે સાધનાના માધ્યમથી આ૫ણા વ્યાવહારિક જીવનને શિસ્તબદ્ધ કરીએ છીએ. પોતાનાં કાર્યોને વિચારોને, ઇચ્છાઓને તથા આસ્થાઓને શુદ્ધ અને ક્રમ બદ્ધ કરીએ છીએ. વાસ્તવમાં આનું જ નામ સાધના છે.
સોનીની જેમ, કલાકારની જેમ, ગાયકની જેમ અને વાદકની જેમ જે પોતાને સાધી લે છે તેને સાચો સાધક કહેવાય છે. તેના વાદ્યમાંથી જ મધુર રાગિણી નીકળે છે. ગુરુજી, ભૈરવી રાગ કેવી રીતે ગાઈ શકાય તે મને શિખવાડો. બેટા, હું તને નવા નવા રાગ શિખવાડીશ. તું કોયલની જેમ મધુર કંઠે ગાવાનું શરૂ કર. હમણાં તું ચીસો પાડી રહ્યો હતો તેને સૂર ના કહેવાય. તું તારા ગળાને એવી રીતે સાધ કે એમાંથી મધુર અવાજ પેદા થાય. ૫છી જો, તેમાંથી કેવી મધુર સૂરાવલીઓ નીકળે છે ! આ સારી રીતે ગાવું કે વગાડવું તે એક સાધના છે. એ જ રીતે દરેક માણસે જીવનની સાધના કરવી જોઈએ કે એને કેવી રીતે જીવવું, જીવનને કેવી રીતે ઉદ્યમશીલ બનાવવું અને તેને કેવી રીતે દેવો જેવું બનાવી શકાય, જીવનની અસ્તવ્યસ્તતાને દૂર કરી તેને કઈ રીતે ઉદાત્ત બનાવી શકાય, જીવનને સારી રીતે કેવી રીતે જીવી શકાય એ જો તમે સારી રીતે જાણી શકો તો તમે ધન્ય બની જશો.
તમે બધું જ બની શકો છો. તમે બાહ્ય દૃષ્ટિનો ત્યાગ કરો. જે વસ્તુ બહાર દેખાય છે તે ખરેખર તો અંદરથી જ આવે છે. બહાર તો માત્ર તેની સુગંધ જ ફેલાય છે. કસ્તુરી હરણની નાભિમાં હોય છે, ૫રંતુ તેને ખબર ૫ડતી નથી કે આ સુગંધ ક્યાંથી આવી છે. બેટા, સુગંધ બહારથી નથી આવતી, ૫રંતુ અંદરથી જ આવે છે. આજની વાત સમાપ્ત.. ઓમ શાંતિ..














પ્રતિભાવો