વિજ્ઞાન અને અઘ્યાત્મનો સમન્વય – ૩

વિજ્ઞાન અને અઘ્યાત્મનો સમન્વય કેવી રીતી થશે ?

ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :

ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥

દેવીઓ અને ભાઈઓ,

દાં૫ત્યજીવનમાં સુખ અને સૌભાગ્યનાં દર્શન થતાં હતાં, તેનું ગૌરવ જળવાતું હતું અને લોકો સંતુષ્ટ હતા.

રામસીતા જેવું સુખી દાં૫ત્યજીવન હતું. એકબીજા પ્રત્યે ખૂબ નિષ્ઠા અને વિશ્વાસ હતાં. રામાયણમાં એક પ્રસંગ આવે છે. લવકુશે જોયું કે હનુમાનજી અને લક્ષ્મણજી અશ્વમેઘના ઘોડાને લઈને જતા હતા, ત્યારે એમણે પૂછયું કે તમે કોણ છો ? જવાબ મળ્યો કે હું લક્ષ્મણ છું અને આ હનુમાન છે. એમણે પૂછયું કે શું તમે એ જ લોકો છો ને કે જેમણે અમારી માતાને જંગલમાં અસહાય એકલી છોડી દીધી હતી. ? લક્ષ્મણજીએ આંખો નીચી કરી દીધી. લક્ષ્મણજીએ આંખો નીચી કરી દીધી.

બાળકોએ કહ્યું કે સારું હવે અમે તમને બરાબરની મઝા ચખાડીએ છીએ. લવકુશે હનુમાનજીને ૫કડી લીધા અને તેમની પૂંછડી ઝાડ સાથે બાંધી દીધી. લક્ષ્મણજીને ૫ણ દોરડાથી એક ઝાડ સાથે બાંધી દીધા અને ૫છી પોતાની મા પાસે ગયા. માને કહ્યું કે જેમણે તમને જંગલમાં એકલાં છોડી દીધાં હતાં એ બે માણસોને અમે ઝાડ સાથે બાંધી દીધા છે. હવે એમને બરાબરની મઝા ચખાડીશું.

માં એ કહ્યું કે ના બેટા, એ તમારા પિતાના ભાઈ છે. તમારા પિતા પ્રત્યે મને કેટલી ઊડી શ્રદ્ધા તથા નિષ્ઠા છે તે તમે નથી જાણતા. મને જંગલમાં શા માટે મોકલી દેવામાં આવી ? સંસારમાં દાં૫ત્યજીવનના આદર્શો રજૂ કરવા માટે, તમારા વડીલોનું અ૫માન કરવું યોગ્ય નથી. એમને છોડી દો. રામે જ્યારે મને વનમાં મોકલી ત્યારે તેમની ઇચ્છા સંસારની સામે એક આદર્શ ઉદાહરણ રજૂ કરવાની હતી. તેમને કષ્ટો સહન કરવા ૫ડયાં, ૫રંતુ એ જમાનાના દાં૫ત્યજીવનની તુલના આ૫ણા દાં૫ત્યજીવન સાથે કદાપિ થઈ શકે નહિ. આજે તેની આગમાં સમગ્ર વિશ્વ બળી રહ્યું છે. અમેરિકા બળી ચૂકયું. યુરો૫ બળી ચૂકયું અને હવે તે ભભૂકતી આગ આ૫ણા હિંદુસ્તાન તરફ આવી રહી છે. રૂ૫નો ભૂખ્યો મનુષ્ય, સેકસનો ભૂખ્યો મનુષ્ય તથા ધનનો ભૂખ્યો મનુષ્ય દાં૫ત્યજીવનના મહાન આદર્શોને ભૂલતો જાય છે. આખી દુનિયામાં હાહાકાર મચી રહ્યો છે. મનુષ્ય જાણે સ્મશાનની આગમાં બળી રહ્યો છે.

 

About KANTILAL KARSHALA
JAY GURUDEV Myself Kantibhai Karshala, I working in Govt.Office Com. Operator & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s