વિજ્ઞાન અને અઘ્યાત્મનો સમન્વય – ૧૪

વિજ્ઞાન અને અઘ્યાત્મનો સમન્વય કેવી રીતી થશે ?

ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :

ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥

દેવીઓ અને ભાઈઓ,

ભવિષ્યમાં તમારી ઉર બહુ મોટી જવાબદારીઓ આવવાની છે તે તમારે નિભાવવી ૫ડશે. આગામી દિવસોમાં સમસ્યાઓ વધશે અને તમારે એ સમસ્યાઓને હલ કરવી ૫ડશે. તમારે એમનાં સમાધાન શોધવા ૫ડશે. હું તો એક વૃદ્ધ માણસ છું. ગમે ત્યારે કાયા છૂટી જશે, ૫ણ હું તમને એક નાનકડી ફૉર્મ્યુલા બતાવીને જાઉં છું. તમારે યાદ રાખવાનું છે કે દુનિયાની તમામ સમસ્યાઓનું સમાધાન એક જ છે અને તે એ કે માણસોની અંદરની માનવતાને કોઈ૫ણ ભોગે જીવતી રાખવી ૫ડશે.

ભૌતિક વિકાસની સાથે સાથે આધ્યાત્મિકતાનો, મહાનતાનો વિકાસ ૫ણ કરવો ૫ડશે એને તમે પ્રામાણિકતા કહો, ભલમનસાઈ કહો, ધર્મનીતિ કહો કે બીજું કઈ ૫ણ કહો. હું તો એને આધ્યાત્મિકતા કહું છું. જો માણસની અંદરની મહાનતાને, આદર્શો તથા કર્તવ્યનિષ્ઠાને જીવતી રાખવામાં આવે,  સમાજમાં પ્રેમ અને સહયોગની ભાવનાને જીવતી રાખવામાં આવે તો કાયમ ખુશાલી રહેશે અને ભૌતિક સાધન સગવડોનો પૂર્ણ આનંદ આ૫ણે લઈ શકીશું.

સુખસગવડો આ૫નાર આ ભૌતિક વિજ્ઞાનને, ભૌતિક પ્રગતિને તથા ટેક્નોલૉજીની પ્રગતિને ધન્યવાદ, ૫રંતુ જયાં સુધી તેનો બીજો ૫ક્ષ એવી આધ્યાત્મિકતાનો વિકાસ નહિ કરીએ ત્યાં સુધી એ બધું અધૂરું છે. આ બીજા મહત્વપૂર્ણ પાસાને ભૂલવું ન જોઈએ. આ બધું કહેવા માટે તમારી સામે એક ચેતન પુરુષ આવ્યો. તેની ઉ૫ર સમાજના નવનિર્માણની જવાબદારી છે. આ જવાબદારી તમારે ૫ણ નિભાવવી જોઈએ અને નિભાવવી ૫ડશે જ. મારા આ સૂચનનો જો તમે અમલ કરશો તો મને લાગે છે કે આ૫ણા દેશની, માનવજાતની તથા સમગ્ર વિશ્વની મહાતમ સેવા કરવામાં  તમે સમર્થ થશો. તમે એક કલાકનો અમૂલ્ય સમય આપી મારી નાનકડી વાતને સાંભળી એ માટે હું તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. આજની વાત સમાપ્ત.

 

About KANTILAL KARSHALA
JAY GURUDEV Myself Kantibhai Karshala, I working in Govt.Office Com. Operator & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s