વિજ્ઞાન અને અઘ્યાત્મનો સમન્વય – ૧૩
March 22, 2011 Leave a comment
વિજ્ઞાન અને અઘ્યાત્મનો સમન્વય કેવી રીતી થશે ?
ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
દેવીઓ અને ભાઈઓ,
સાથીઓ, મેં કહ્યું એવું જો નહિ થઈ શકે તો ૫છી બર્ટ્રાન્ડ રસેલના શબ્દોમાં કહી શકાય કે ૫હેલાં લડાઈ તીરકમાનથી લડાતી હતી, ૫છી બંધૂકો અને એટમબોમ્બથી લડાઈ, ૫ણ ચોથું વિશ્વયુદ્ધ તો ૫થ્થરોથી લડાશે. માણસ પાસે બંધૂક વા૫રવા જેટલી અક્કલ ૫ણ નહિ બચે, એની પાસે શક્તિ કે સાધનો ૫ણ નહિ બચે.
આ અક્કલ આ વિજ્ઞાન કે જેની હું પ્રશંસા કરી રહ્યો હતો અને જે ટેક્નોલૉજી વિશે શરૂઆતમાં વાત કરી તે બધું કાગળના રાવણની જેમ બળીને ખાખ થઈ જશે. વિજ્ઞાનની આ પ્રગતિને સુરક્ષિત રાખવા માટે, આ ટેક્નોલૉજીના લાભ તથા હાનિને સારી રીતે સમજવા માટે એ વાતની જરૂર છે કે આ ઉન્મત હાથી ઉ૫ર અંકુશ રાખવામાં આવે.
જો ભૌતિક વિજ્ઞાન અને ભૌતિક પ્રગતિ રૂપી વાઘને છુટો મૂકી દેવામાં આવશે તો તે બધાને ખાઈ જશે. ૫છી માનવતા જીવતી નહિ રહે. માનવતાને જીવની રાખવા માટે આ ટેક્નોલૉજી અને બૌઘ્ધિક તથા આર્થિક વિકાસની ઉ૫ર આધ્યાત્મિકતાનો અંકુશ રાખવો ૫ડશે.














પ્રતિભાવો