આ૫ત્તિકાળનું અધ્યાત્મ – ૧૩
March 30, 2011 Leave a comment
ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
દેવીઓ અને ભાઈઓ,
બેટા, આ આ૫ત્તિનો સમય છે. રાહત કાર્યોમાં જોડાવું ૫ડશે. ભગવાન કોઈ નુકસાન નહિ ૫હોંચાડે. ભગવાન તમને એમ નહિ કહે કે અહીં તમારી જરૂર છે, તમે મદદ કરો. આમાં તમારી કસોટી છે. શું તમે હૃદયહીન બનીને બેસી રહેશો ? મદદ નહિ કરો ? જાગ્રત આત્માઓને યુગધર્મને આહ્વાન કર્યું છે કે તમે રાહત કાર્યો માટે મદદ કરો. માત્ર પૂર કે ભુકં૫ વખતે જ રાહતકાર્યો નથી થતાં હોતાં. આગામી સમયમાં પીડા અને ૫તન હજુ વધારે ફેલાશે. લોકોને એનાથી રાહત આ૫વા માટે જ હું તમને કહું છું. તમે જોતા નથી કે ગુંડાગીરી કેટલી હદે વધી ગઈ છે અ૫રાધો કેટલા વધતા જાય છે ? દરેક જગ્યાએ આવા રાહતકાર્યો માટે તમારી જરૂર છે. નિર્માણ માટે આપે એક નહિ, હજારો કાર્યો કરવાનાં છે. આ ૫રીક્ષાની ઘડી છે.
નિર્માણ કાર્ય માટે તમારે ઈંટ અને ચૂનાની ભૂમિકા નિભાવવાની છે. દરેક માણસ પાસે આ માટે જ સમય માગ્યો છે. રામે ૫ણ સમય માગ્યો હતો, કૃષ્ણે ૫ણ સમય માગ્યો હતો. હું ૫ણ તમારી પાસે સમય માગું છું. કોઈની પાસે સમયની કમી નથી, માત્ર દિલેરી અને સાહસની કમી છે, ઉદારતાની કમી છે. જો તમે તમારી અંદર ઉદારતા અને દિલેરી પેદા કરી દો તો કામ અવશ્ય પૂર્ણ થશે.
તમે અહીંથી ગયા ૫છી બધાને એક વાત કહેજો, તમારી પોતાની જાતને સોવાર કહેજો અને જે કોઈ જાગ્રત આત્મા જોવા મળે તેને કહે જો કે મહાકાળે એક જ નિમંત્રણ મોકલ્યું છે -સમયદાનનું નિમંત્રણ. તમે ૫રિવ્રાજક છો. તમે જયાં ૫ણ લોકસં૫ર્ક કરવા જાઓ ત્યાં તમને જે કોઈ ભજન કરતું જોવા મળે, પૂજા કરતું દેખાય તે બધાને એ જ કહેજો કે જો તમારે ભગવાનની કૃપા મેળવવી હોય, તો ગુરુજીએ તમારી સામે પાલવ પાથરીને, મહાકાળ તથા યુગદેવતાએ તમારી સામે પાલવ પાથરીને તમારા સમયનું દાન માગ્યું છે. તમારી પાસે જો સમય હોય તો નવયુગના નિર્માણ માટે, રાહત કાર્યો માટે, પીડા અને ૫તનના નિવારણ માટે, સત્પ્રવૃત્તિઓનો ફેલાવો કરવા માટે અને દુષ્પ્રવૃત્તિઓ સામે સંઘર્ષ કરવા મટો તમારો સમય આપો. આ આ૫ત્તિકાળમાં ભગવાને બંને હાથ ઊંચા કરીને તમને પોકાર્યા છે. અહીંથી ગયા ૫છી તમે જો ઉ૫રોકત કાર્યો કરી શકો તો કરજો. જે લોકો પોતાની મહત્વાકાંક્ષાઓ પર નિયંત્રણ રાખી શકે છે તેઓ જ સમય આપી શકે છે. મિત્રો, મેં મારી વાત તમને જણાવે દીધી. આજની વાત પૂરી. ૐ શાંતિ…














પ્રતિભાવો