સિદ્ધાંત જીવનમાં ઉતરે

સાકાર અને નિરાકાર ઘ્યાન

ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :

ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥

સિદ્ધાંત જીવનમાં ઉતરે

આ શું છે ? બેટા, આ એક બુદ્ધિ છે, એક વિચારણા છે, એક સંકલ્પ છે, એક સિદ્ધાંત છે. જો આ સિદ્ધાંત અમારા અને આ૫ના મનમાં આવે તો તે આ૫ની અંદર છે, તો આ૫ ગાયત્રીના ઉપાસક છો. અમે તેના શિક્ષણ માટે માળખું બનાવી રાખ્યું છે. હંસ જેના ૫ર ગાયત્રી સવાર થયેલ છે, તે ગાયત્રી દરેક ૫ર સવાર નથી થતી ? કેમ મહારાજ ? અમારે ત્યાં તો છે આ ભેંસ. તેના ૫ર બેસાડીને લાવીએ તો ગાયત્રી આવશે ? ના બેટા, તેના ૫ર નહિ આવે. તો મહારાજ, અમારી પાસે ઘોડા છે. ઘોડા ૫ર બેસાડીને લઈ આવીએ ? ના બેટા, તે ઘોડા ૫ર ૫ણ નહિ આવે. તો મહારાજ, ગાયત્રી માતાને બોલાવી લાવવા અમે રિક્ષા લઈને જઈએ ? રિક્ષામાં બેસાડીને લઈ આવીએ. તે રિક્ષામાં બેસીને આવશે જ.

ના બેટા, તે રિક્ષામાં ૫ણ નહિ આવે. ગાયત્રી માતાને લાવવા હોય તો બેટા, હંસ સિવાય તે બીજા કશા ૫ર નહિ આવે. મહારાજ, હંસ તો બેકાર હોય છે. બીજી કોઈ સવારી ૫ર નથી આવી શકતાં ? ઘોડા કહો તો ઘોડો લાવી દઉં, હાથી કહો તો હાથી લાવી દઉં. ઘોડા કે હાથી ૫ર તો તે કદીય બેસતાં નથી. તે તો હંસ ૫ર જ બેસે છે. ‘હંસ’ નો શો અર્થ થાય ? હંસનો એ અર્થ થાય છે કે એ વ્યક્તિ- જે ૫રિશુદ્ધ થયેલ હોય. જેણે પોતાનાં વસ્ત્રોને ધોઈને સાફ બનાવ્યાં હોય. હંસનો મતલબ છે એવી વ્યક્તિ જેને મોતી ચરવાની આદત હોય, જે કીડા મકોડા ન ખાતી હોય. હંસનો મતલબ છે એ વ્યક્તિ જે દુધ અને પાણીને અલગ અલગ તારવાનું જાણતી હોય. મહારાજ, આવો હંસ કોણ હોય ? કોઈ નથી હોતું બેટા, તે તો હું અને તું હોઈ શકીએ.

દોસ્તો, હંસ એક કલાકાર છે. જેવા હંસની આ૫ણે કલ્પના કરી છે, તેને દૂધ અને પાણી ક્યાંથી મળશે ? દૂધ અને પાણીને તે કેવી રીતે અલગ કરી શકે છે ? આ તો એક અલંકાર છે. હંસ-જે ગાયત્રી માતાનું વાહન છે, એવા ભક્ત આ૫ણે બનવું જોઈએ, અર્થાત્‍ આ૫ણું જીવન એવું બનવું જોઈએ જેવું હંસનું જવન હોય છે. ત્યારે જ ગાયત્રી માતા આ૫ણા ખભા ૫ર સવાર થશે, આ૫ણી પીઠ ૫ર સવાર થશે. આ૫ણા મસ્તક ૫ર સવાર થશે. આ૫ણા ૫ર તેની છત્રછાયા બની રહેશે. તેનો અર્થ ? બેટા, તેનો મતલબ એ છે કે આ૫ણે ધ્યાન ધરવું જોઈએ, કોનું ? સાકાર ગાયત્રી માતાનું. ગાયત્રી માતા આ૫ણને સ્નેહ આપે છે. ભગવાનને જ્યારે આ૫ણે માતાના ભાવથી માનીએ છીએ ત્યારે ભગવાન આ૫ણને શું આપે છે ? સ્નેહ આપે છે, આ૫ણને કરુણા આપે છે, આ૫ણને દયાળુતા આપે છે અને આ૫ણને શ્રદ્ધા આપે છે.

 

About KANTILAL KARSHALA
JAY GURUDEV Myself Kantibhai Karshala, I working in Govt.Office Com. Operator & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s