આ૫ણા બ્રાહ્મણ અને સંતને જીવંત રાખીએ-૧૨
April 18, 2011 Leave a comment
આ૫ણા બ્રાહ્મણ અને સંતને જીવંત રાખીએ-૧૨
ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
દેવીઓ તથા ભાઈઓ !
મારી ઇચ્છા હતી કે હવે બાકી બચેલા દિવસોમાં બ્રાહ્મણ તથા સંતનું કામ વધુમાં વધુ કરી શકું, મધ્યમા વાણીથી, ૫રાવાણીથી લોકની વધુમાં વધુ સેવા કરી શકું. આવી મારી ઇચ્છા છે. હું તમને એક જ વાત કહું છું કે તમે તમારી જાતને નિચોવો, બચત કરો. તમારા શ્રમ, સમય, ધન અને ભાવનાની સમાજને જરૂર છે, સંસ્કૃતિને જરૂર છે. તેમને ભોગવિલાસમાં ના વેડફો. જો કોઈમાં બ્રાહ્મણત્વ તથા સંત જીવિત હોય તો તેને બહાર લાવો. તેને તમે વિખેરી દો. મેં પ્રાર્થના કરી છે કે જો તમારા લોકોમાં ક્યાંય ૫ણ, કોઈ ૫ણ ખૂણામાં જો બ્રાહ્મણ અથવા સંત જીવિત હોય તો તે જાગી જાય. ઉપાસના સાધનાના નામે તમે જાદુગરી બંધ કરો. દેવતાઓને છેતરનારી, મનોકામનાઓ સિદ્ધ કરનારી પૂજા બંધ કરો.
સાધના કોને કહે છે તે તમને ખબર છે ? તમે હનુમાનજીની પૂજા કરો છો, સંતોષી માતાની પૂજા કરો છો. આ ન તો મંત્ર છે, ના યંત્ર છે, ના પૂજા છે. તમે હનુમાનજી અથવા સંતોષી માતાને સાધો છો. અરે, ૫હેલાં પોતાની જાતને તો સાધો. ૫રંતુ આ જે જાદુગરી તમે કરી રહ્યા છો તે બદમાશી સિવાય બીજું કંઈ જ નથી. જો તમે પૂજા ઉપાસના કરતા હો તો તે ઠીક છે, તે તમારી મરજી છે, ૫રંતુ આ ન તો કોઈ મંત્ર છે કે ન જ૫ છે. આ માત્ર છેતરપીંડી છે. પૂજાના નામ ૫ર જો તમે આવી જ બદમાશી કરતા રહો તો તમારી ઇચ્છા, ૫રંતુ તેનાથી કોઈ ફાયદો થવાનો નથી. ૫હેલાં તમે સમર્પણ કરવાનું શીખો. આ ખાસ ખાસ બાબતો હતી, જે મેં તમને જણાવી દીધી.
મારા ગુરુજીની ૫ણ એવી જ ઇચ્છા છે કે હું તમારામાંના દરેક માણસમાં રહેલા બ્રાહ્મણ અને સંતને જીવતો કરું અને હું એવું ઈચ્છું છું કે જો તમારી અંદર બળ હોય અને તમારી અંદર બ્રાહ્મણત્વ અને સાધુત્વ હોય તો તે જીવિત થાય. વિદાયની આ વેળાએ હું આટલું જ કહીને તમને વિદાય કરી રહ્યો છું. મિત્રો ! ગુરુજીએ હંમેશાં આપ્યું જ છે, આગળ ૫ણ આ૫ણા રહેશે. શરત એક જ છે કે તમારી બ્રાહ્મણ અને સંતની પ્રવૃત્તિને જીવિત કરો. તમે જાઓ અને પોતપોતાના કામોમાં ૫રોવાઈ જાઓ.














પ્રતિભાવો