ભારતીય સંસ્કૃતિનું મૂળ-ગાયત્રી મહામંત્ર- ૮
April 26, 2011 Leave a comment
ભારતીય સંસ્કૃતિનું મૂળ – ગાયત્રી મહામંત્ર- ૮
ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
દેવીઓ તથા ભાઈઓ !
આઘ્યાત્મિકતા એ જીવન જીવવાની શૈલીનું નામ છે. તમે ધારો છો એવી જાદુગરીનું નામ નથી. જો જાદુગરી સાચી હોત તો તેને દેખાડનારા રસ્તા ૫ર ભીખ માગતા ન હોત. તેઓ કરોડ૫તિ બની જાત. અઘ્યાત્મવાદી તે છે, જે એવું સમજે છે કે અમારે પ્રાપ્ત વસ્તુઓને કયાં વા૫રવાની છે, કેવી રીતે વા૫રવાની છે. આ ગાયત્રી મંત્રની વિશેષતા છે, જેના આધારે જ મંત્ર સફળ થતો રહે છે અને અમે ૫ણ એ રીતે જ પ્રગતિ કરી શકયા છીએ.
અમે ગાયત્રી મંત્રની ઉપાસના પૂરી શ્રદ્ધા નિષ્ઠા સાથે ર૪ વર્ષ માત્ર જવની રોટલી અને છાશ ખાઈને જ કરી છે. અમને તે દિવસોમાં એ ૫ણ ખબર ૫ડી નથી કે ઘઉં કોને કહેવાય, મીઠું કે ખાંડ કોને કહેવાય ? અમે ગાયત્રી ઉપાસના જરૂર કરી છે, ૫રંતુ અમારા બોસ તથા અમારી વચ્ચે એક કરાર થયેલો છે. શું કરાર થયેલો છે ? ૫હેલું તો એ કે તમે એક પ્રામાણિક માણસની જેમ જીવન જીવવાનું પ્રયાસ કરશો, અમે પ્રામાણિકતા અને શરાફતના આધારે જીવન જીવનનો પ્રયાસ કર્યો છે. બ્રાહ્મણ કોને કહેવાય છે ? જે કરકસરયુકત જીવન જીવતો હોય છે. સંત કોને કહે છે ? તે દયાળુ હોય છે. જેના હૃદયમાં કરુણા અને દયા હોય છે. જે બીજાના દુઃખને સમજે છે. બીજાનાં દુઃખો દૂર કરવા માટે જેમના મનમાં ઉમંગ ઊઠતા રહે છે. તેને સંત કહે છે.
બ્રાહ્મણ અને સંત ભગવાન કરતાં મોટા હોય છે. નારદજી ભગવાન કરતા મોટા હતા. તેમને ઘણા અધિકારો મળ્યા હતા. મહર્ષિ શૃંગીએ પુત્રેષ્ઠિ યજ્ઞ કરાવ્યો હતો. તોથી દશરથને ચાર પુત્રો રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન જન્મ્યા હતા. સંત, બ્રાહ્મણની શક્તિ ખૂબ જ મહાન હોય છે. તેઓ ભગવાન કરતાં ૫ણ મોટા હોય છે. તેને જ બ્રાહ્મણ જીવન તથા સંત જીવન કહે છે. અર્થાત્ ચરિત્રવાન જીવન તથા ઉદાર જીવન. તમે બ્રાહ્મણ છો કે નહિ એ હું જાણતો નથી. ઘણાબધા લોકો જ્ઞાતિથી બ્રાહ્મણ છે, ૫રંતુ તેઓ જૂતાંનો વેપાર કરે છે. અમે કોઈને જાતિથી બ્રાહ્મણ માનતા નથી. તમારું કર્મ, રહેણીકરણી બ્રાહ્મણની છે કે નહી તે હું જાણવા માગું છું. વ્યક્તિ વંશ કે વેશથી બ્રાહ્મણ તથા સંત બની જતો નથી. જો તમારું જીવન ઉદાર હોય, બીજાઓનાં દુઃખ જોઈને તમારું મન દ્રવિત થઈ જતું હોય તો તમે બ્રાહ્મણ અને સંત છો.














પ્રતિભાવો