માનવ માત્રનું કલ્યાણ એ જ લક્ષ્ય
April 26, 2011 Leave a comment
જો કોઈ પૂછે મને તો કહું કે સ્વર્ગ આ જ છે, આ જ છે
માનવ માત્રનું કલ્યાણ એ જ લક્ષ્ય
મિત્રો ! ભગવાન બુદ્ધને એક વાર પૂછવામાં આવ્યું કે આપને તો મર્યા પછી સ્વર્ગ મળવાનું છે. તેમણે કહ્યું – ના, મને સ્વર્ગ મળવાનું નથી. તો પછી આપને શું મળવાનું છે ? આપ ક્યારે સ્વર્ગમાં જશો ? સ્વર્ગમાં જનારા ઓમાં હું સૌથી છેલ્લો માણસ હોઈશ., જ્યારે બધે બધાં મનુષ્યો માંથી પ્રત્યેકને સ્વર્ગ મળી જશે, પ્રત્યેક મનુષ્ય સ્વર્ગમાં જતો રહેશે. પ્રત્યેક મનુષ્ય શાંતિ મેળવી લેશે. ત્યારે હું છેલ્લો મનુષ્ય હું લાઈનમાં ઊભો હોઈશ, જે સ્વર્ગની ઇચ્છા ધરાવતો હોય.તે પહેલાં હું પ્રત્યેક મનુષ્યને આગળ વધારતો જઈશ, બીજાને પ્રોત્સાહન આપતો જઈશ અને આગળ વધારતો જઈશ, જેથી લોકો સ્વર્ગના અધિકારી બની જાય. મિત્રો ! બુદ્ધની મનોભૂમિ ઋષિઓની મનોભૂમિ હતી, જેમાં તેમણે કહ્યું છે.
ન ત્વહં કામયે રાજ્યં ન સૌખ્ય ન પુનર્ભવમ્ કામયે દુ:ખતત્પાનાં પ્રાણિનામ્ આર્ત્તનાશનમ્
કુંતિએ માગ્યું આ વરદાન
અર્થાત્ પ્રાણીઓની પીડા અને દુ:ખનું નિવારણ કરવા માટે જો આપણને કોઈ તક મળી જાય છે, તો આપણા માટે એ જ વરદાન છે અને એ જ આપણું સૌભાગ્ય છે. કુંતિએ ભગવાન શ્રીકૃષ્ણને પૂછ્યું કે હું ભગવાન છું જ, હવે હું જઈ રહ્યો છું વરદાન માંગી લે. કુંતિએ કહ્યું કે હું જાણું છું કે આપ ભગવાન છો. મને તો આપ એક જ વરદાન આપો કે હું જ્યાં જ્યાં જન્મ લઉં, હંમેશા કષ્ટનું જીવન જીવું, ગરીબીનું અસુવિધાઓનું જીવન જીવું, જેથી હું બીજા લોકોની કઠણાઈ વિશે સમજી શકું તથા મને એ જ્ઞાન અને ભાન જળવાઈ રહે કે દુનિયામાં ગરીબી કેવી હોય છે ? કષ્ટ, દુ:ખ અને અસુવિધાઓ કેવી હોય છે ? આ અસુવિધાઓને, તેમની પીડાને વહેંચાવવા માટે હું એક ડગલું આગળ માંડી શકું.














પ્રતિભાવો