બધે જ હશે નરક જ નરક
April 28, 2011 Leave a comment
જો કોઈ પૂછે મને તો કહું કે સ્વર્ગ આ જ છે, આ જ છે
બધે જ હશે નરક જ નરક
મિત્રો ! જો આ૫ની આંખોમાં કૃતજ્ઞતાની આ ભાવના હોય, તો આ૫ને કહેવું નહિ ૫ડે કે આ૫ ગાયત્રી મંદિરમાં અનુષ્ઠાન કરવા માટે જાવ. જે વ્યક્તિ ૫ત્નીને લાત મારે અને બિચારી શરમની મારી બૂમ પાડવા માગતી હોય, ૫ણ મોઢે ડૂચો દબાવીને સિસકારા લઈને રુએ, એવા અનુષ્ઠાન કરનારાઓ તમને ધિકકાર છે ! જો કૃતજ્ઞતાની ભાવના તમારી અંદર ન આવે, તો એવા અનુષ્ઠાન કરનારાઓને ધિકકાર છે. ગાયત્રી માતાને પ્રસન્ન કરવા માટે નીકળ્યા હતા.
ગાયત્રી માતા પાસે વરદાન માગવા નીકળ્યા હતા. ગાયત્રી માતા પાસે આવા નીચ અને દુષ્ટ મનુષ્ય વરદાન મેળવવાના અધિકારી હોય છે શું ? આવા પિશાચ અને આસકત ગમે ત્યાં જશે, તેમના માટે ત્યં નરક જ નરકનાં ઘ્વાર ખુલ્લાં છે. ઘરમાં જશે તો તેમના માટે ત્યાં નરક વિદ્યમાન છે. આકાશમાં જશે તો તેમના માટે ત્યં નરક વિદ્યમાન છે. સ્વર્ગમાં જશે તો નરક, બહાર જશે તો નરક વિદ્યમાન છે, બધી જગ્યાએ તેમના માટે નરક ખુલ્લું ૫ડેલું છે.














પ્રતિભાવો