સ્વર્ગ એ કોઈ લોક નથી.
મે 4, 2011 Leave a comment
જો કોઈ પૂછે મને તો કહું કે સ્વર્ગ આ જ છે, આ જ છે
સ્વર્ગ એ કોઈ લોક નથી.
મિત્રો ! સ્વર્ગ મનુષ્યના જોવાના ઢંગ અને રીતમાં છે, સ્વર્ગ કોઈ લોકનું નામ નથી, સ્વર્ગ કોઈ જગ્યા નથી, જયાં માણસો રહેતા હોય. ઓછામાં ઓછું સૌર મંડળની જાણકારી મેળવી લેવામાં આવી છે. ચંદ્રમાં વિશે જાણકારી મળી ગઈ છે. તે કયારેક કયારેક બહુ ગરમ થઈ જાય છે. દિવસે એટલો ગરમ થઈ જાય છે કે ત્યાં લોખંડની ધાતુ મૂકી દેવામાં આવે તો તે પીગળી જાય. અને રાતે એટલો ઠંડો થઈ જાય છે કે જો કોઈ ચીજ મૂકી દેવામાં આવે તો તે બરફ બનીને જામી જાય.
ચંદ્રમાં એવો ગરીબ છે કે ત્યાં નથી હવા, નથી પાણી. જો ચંદ્રલોકમાં આ૫ને મોકલી દેવામાં આવે તો ? તો આ૫ કહેશો કે ગુરુજી ! અમને ત્યાંથી પાછા બોલાવી લો. જે લોકો ત્યા જાણકારી લઈને આવ્યા છે તેમની હિંમત ન થઈ કે ત્યાં જઈને જુએ. જો આ૫ને ચંદ્રલોક મોકલી દેવામાં આવે, તો આ૫ કહેશો કે આપે રસ્તો બતાવવો ૫ડશે. તેવી જ રીતે બૃહસ્પતિ લોક મોકલી દેવામાં આવે, શુક્ર લોક મોકલી દેવામાં આવે, જયાં જાણકારી મેળવી લેવામાં આવી છે કે તેમાં કોલસાનો કાર્બન ગેસ ભરેલો છે. એમાં જીવ ગૂંગળાઈ શકે છે. જો આ૫ને ત્યાં મોકલી દેવામાં આવે, તો આ૫ એક મિનિટ ૫ણ ત્યાં નહિ રહો, કાર્બન ગેસ આ૫ને મારી નાખશે.














પ્રતિભાવો