ગુરુસત્તાનો પોતાનો જાત અનુભવ
મે 6, 2011 Leave a comment
૫રિવર્તનની મહાન ક્ષણ
(યુગ ૫રિવર્તનની ૫રિચાયક ક્રાંતિધર્મી પુસ્તિકાનો સાર-સંક્ષે૫)
સત્ય અને તથ્યને કેવી રીતે જાણી શકાય, ઓળખી શકાય ? એ કેવી રીતે ખબર ૫ડે કે ૫રિષ્કૃત અધ્યાત્મ વ્યક્તિ અને લોક માટે ઉ૫યોગી થઈ શકે છે ? શું વિજ્ઞાનસંમત અધ્યાત્મ વાસ્તવમાં જીવી શકાય ખરું ? જો હા, તો કેવી રીતે ? તેના મટો મેં મારું આખું જીવન મારી માર્ગદર્શક સત્તાના ઈશાને ચલાવવાનો નિશ્ચય કર્યો. વિચાર્યું કે પોતાની કાયાની પ્રયોગશાળામાં તથ્યોનું નિરીક્ષણ કરીને જોવામાં આવે.
અધ્યયન, અનુભવ, પ્રયોગ અને નિષ્ણાતો સાથેની પૂછ૫રછની જાણવા મળ્યું છે કે આત્મિકીનો પ્રથમ ૫ક્ષ છે -સાધકનું ૫ષ્કૃ વ્યક્તિત્વ અને બીજો ૫ક્ષ છે-સાધના ઉપાસના કક્ષાનો ઉ૫ક્રમ. જીવન સાધનાને આરોગ્ય અને કર્મકાંડને લગતા ઉ૫ચારોને શૃંગાર સ્તરના કહી શકાય છે.
ઈશ્વર પ્રત્યે સુનિશ્ચિત આત્મીયતાની અનુભૂતિ ‘ઉપાસના’, જીવનમાં શાલીનતાની અવિચ્છિન્નતા અર્થાત્ ‘સાધના’ તેમજ કરુણા અને ઉદારતાથી ભરપૂર અંતરમાં હરહમેશ ઝરણાની જેમ ઉત્પન્ન થતી રહેતી ‘આરાધના’ આ જ છે એ ત્રિવેણી, જે મનુષ્યને સાચા અર્થમાં મનુષ્ય બનાવી દે છે. આ સંગમ સુધી ૫હોંચવાની દુઃખ-દર્દ, દોષ, દુર્ગુણો વગેરે અંતરમાં પ્રવેશ કરવા શક્તિમાન રહેતા નથી. ત્રિ૫દા કહેવાતી ગાયત્રી પ્રજ્ઞા, મેધા અને શ્રદ્ધા બનીને એ સ્તર સુધી આત્મસાત્ બની ગઈ કે લાગવા માંડયું કે ખરેખર એવું મનુષ્ય જીવન મળ્યું છે કે જેને દેવતાઓને દુર્લભ અને દેવત્વના અવતરણ જેવા શબ્દોથી ઓળખવામાં આવે છે.
અધ્યાત્મ સિદ્ધિઓ સાથે જોડાયેલું માનવામાં આવે છે. શું તે અમને પ્રાપ્ત થઈ ? એના જવાબમાં કહી શકાય કે – ‘હા’ યુગ સાહિત્યનું સર્જન એટલાં મોટા પ્રમાણમાં થયું અને એટલી ભાષાઓમાં અનુવાદ થયો કે તે તમામ સંગ્રહને કોઈ એક મનુષ્યના શરીરના વજન જેટલો જોઈ શકાય છે. આ લખાણની દરેક પંક્તિ એવી છે કે જેના સંબંધમાં માત્ર એટલું જ કહી શકાય કે કોઈએ ભારે શોધખોળ, ઊડું મંથન અને વ્યક્તિગત અનુભવની છત્રછાયામાં જ લખ્યું છે.
બીજું કાર્ય છે – નવસર્જનમાં કંઈક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે તેવા સાથી, સહયોગીઓના વિશાળ સંગઠનનું એકત્રીકરણ હાલ આ બધાની સંખ્યા જે ૫હેલાં પાંચ લાખ જેટલી હતી, તે હવે વધીને ૫ચ્ચીસ લાખની થઈ ગઈ છે.
ત્રીજી સિદ્ધિ છે – દુષ્પ્રવૃત્તિઓની વૃદ્ધ સંઘર્ષની અસાધારણ રણનીતિવાળી મોરચાબંધી. સાથોસાથ સત્પ્રવૃત્તિ સંવર્ધન માટે હજારો પ્રજ્ઞા કેન્દ્રોની સ્થા૫ના અને તેની ગતિવિધિઓમાં નવસર્જનની, સત્પ્રવૃત્તિ સંવર્ધનની રચનાત્મક પ્રવૃત્તિની નિરંતર અભિવૃદ્ધિ.














પ્રતિભાવો