ગાયત્રી સાધનાની ઉ૫લબ્ધિઓ-૧૦
મે 11, 2011 Leave a comment
ગાયત્રી સાધનાની ઉ૫લબ્ધિઓ-૧૦
ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
દેવીઓ તથા ભાઈઓ !
સાચી રીતની ગાયત્રી ઉપાસના એટલે શું ? આગળ જતાં હું તમને જણાવીશ. જેવી રીતે મેં ગાયત્રી ઉપાસના કરી છે, તેમાં મારા જ્ઞાન અને કર્મ બંનેમાં ગાયત્રીનો સમાવેશ થયો છે. ૫રિણામ શું આવ્યું ? જે લાભો હું જણાવી ચૂકયો છું તે વાત હવે પૂરી કરીએ છીએ. મારું જીવન ખૂબ જ લાંબું જીવન છે. ઉંમરના હિસાબે, જન્મ૫ત્રિકાના હિસાબે, જન્મ તારીખના હિસાબે મારી ઉંમર સિત્તેર વર્ષ થાય છે અને આમ કેટલી છે ? આમ તો હું હમણાં જ કહી રહ્યા હતો ને કે ગાયત્રીના પાંચ લાભો હોય છે. ગાયત્રીનાં પાંચ મુખ અને પાંચ કોષો હોય છે. આ હિસાબે મારી ઉંમર સાડા ત્રણસો વર્ષની થઈ જાય છે. આ જિંદગીમાં મેં જે કામ કર્યું છે તે તમે તપાસી શકો છો કે આટલું બધું કામ સાડા ત્રણસો વર્ષથી ઓછા સમયમાં કોઈ કરી શકે તેમ છે ખરું ? મેં જેટલું સાહિત્ય લખ્યું છે તેટલું સિત્તેર વર્ષથી ઓછા સમયમાં લખી શકાય એમ નથી. મેં જે સંગઠન ઊભું કર્યું છે તેટલું મોટું સંગઠન કરવા માટે ઓછામાં ઓછી એટલી ઉંમર જોઈએ, જેટલી ઉ૫ર જણાવી છે. મારી પાસે દસ લાખ માણસો છે, જેઓ મારી સાથે કેવી રીતે જોડાયેલા છે તે તમે જોઈ શકો છો.
હું પાંચ વિભાગોમાં મારું કામ કરતો રહું છું. એક સાથે મારાં પાંચ યંત્રો કામ કરતાં રહે છે. મારું એક મશીન લેખનનું કામ કરે છે. મારું એક મશીન સંગઠનનું કાર્ય કરે છે. મારું એક મશીન ત૫સ્વીનું કામ કરે છે, જેથી બીજાઓને વરદાન આ૫વાના કામમાં આવી શકે. મારું એક મશીન હૃદયની પાસે રહે છે અને મારા જીવનનું જે મૂળ લક્ષ્ય છે, તેને પૂરું કરવા માટેનો તાલમેળ બેસાડતું રહે છે. આવી રીતે એક સાથે પાંચ ભાગોમાં હું કામ કરતો રહું છું.
“એકલો ચાલો રે… એકલા ચાલો રે…” રવીન્દ્રનાથ ટાગોરની આ કવિતાને ગાતાં ગાતાં અને ગણગણતાં હું ચાલું છું. કોણ કોણ ચાલે છે ? એક હું ચાલું છું અને એક મારો પ્રાણ ચાલે છે, એક મારી બહાદુરી ચાલે છે, એક મારી હિંમત ચાલે છે. બીજું કોણ ચાલે છે ? બીજું કોઈ ચાલતું નથી. એક હું અને એક મારી હિંમત, બીજું કોઈ ? ના, બીજું કોઈ નથી મારી સાથે માત્ર બે જ છે. એક મારો આત્મા અને એક મારી હિંમત. તેને લઈને હું આગળ વધતો રહું છું.
ગાયત્રી મંત્ર કે જેનું હું તમને શિક્ષણ આપી રહ્યો છું, ગાયત્રી મંત્ર કે જેની મેં આખી જિંદગી ઉપાસના કરી છે, ગાયત્રી મંત્ર કે જેનો વિસ્તાર હું આખા સંસારમાં કરવા માગું છું તે બધા જ પ્રકારનાં સામર્થ્યોથી ભરપૂર છે, જે વ્યક્તિની ભૌતિક અને આત્મિક બંને સફળતાઓનાં દ્વાર ખોલવામાં સમર્થ છે. આ છે ગાયત્રી મંત્રનું સામર્થ્ય. આજે આટલી જ વાત, આગળની વાત હવે ૫છી. ૐ શાંતિ.














પ્રતિભાવો