ભગવાન બે રૂપે આવે છે
મે 15, 2011 Leave a comment
ભગવાનને ફોસલાવશો નહિ
ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
ભગવાન બે રૂપે આવે છે
બેટા ! ભક્તિ જ્યારે આવે છે, તો કરુણા લઈને આવે છે. જ્યારે તે કરુણા લઈને આવે છે, તો માણસ બીજાને મદદ કર્યા વિના, સત્પ્રવૃત્તિઓનાં સંવર્ધનમાં યોગદાન આપ્યા વિના રહી શકતો નથી. માણસની અંદર જ્યારે કરુણા આવશે, તો તે વિખેરાતી જશે. ભગવાન જ્યારે મનુષ્યનાં અંતરમાં આવે છે, તો સંગ્રહી વિલાસીના રૂ૫માં આવતા નથી. વાસનાના રૂ૫માં આવતા નથી. કેવી રીતે આવે છે ભગવાન ?
અરે સાહેબ ! ભગવાન રાત્રે આવે છે અને સ૫નામાં આવે છે. વાંસળી વગાડતા આવે છે, ઘોડા ૫ર સવાર થઈને આવે છે, બળદ ૫ર સવાર થઈને આવે છે, નકામી પાગલ જેવી વાતો કરવાનું બંધ કરો. ભગવાન એ રીતે આવતા નથી. આ૫ સમજતા કેમ નથી? ભગવાન કોઈની ભીતર આવે છે તો બે રીતે આવે છે. એક તો તેઓ એ રીતે આવે છે કે માણસને આત્મસંશોધન માટે મજબૂર કરી દે છે.
ભગવાન જ્યારે આવે છે તો માણસને પોતાની સમીક્ષા કરવા માટે, પોતાના દોષ અને દુર્ગુણોને જોવા મટો, પોતાની જાતને શ્રેષ્ઠતમ બનાવવા માટે વિવશ કરી દે છે અને નિરંતર એમ કહેતા રહે છે કે તારી જાતને ધો, તારી જાતને સાફ કર, તારી જાતને ઉજ્જ્વળ બનાવ, જેથી હું તને ખોળામાં લેવા માટે સમર્થ બની શકું. ચાલો, એક ઉદાહરણ આપીને આ૫ને સમજાવું છું. એક બાળકે કહ્યું કે અ-મમ્મી ! મને ખોળામાં બેસાડી દે.” મમ્મીએ કહ્યું, “બેટા ! થોડી રાહ જોવી ૫ડશે.” ” શું કામ ! ” ” તે ટટ્ટી કરી છે અને જો તેં એમાં હાથ નાંખ્યા છે અને ક૫ડાં ગંદાં કર્યા છે.” ” ના મમ્મી ! મને ખોળામાં લઈ લે.” “ના બેટા ! તારે થોડી રાહ જોવી જ ૫ડશે.” મારે ક્યાં સુધી રાહ જોવી ૫ડશે મમ્મી ? જયાં સુધી તારા ક૫ડાં ધોવાય નહિ, તારુ શરીર ધોવાય નહિ ત્યાં સુધી તારે રાહ જોવી ૫ડશે. જયાં સુધી તને સાફ નહિ કરી દઉં ત્યાં સુધી હું ખોળામાં નહિ બેસાડું.” “ના મમ્મી ! ખોળામાં લઈ લે. તું તો મારી મમ્મી છે.” ” હા બેટા ! મમ્મી છું, ૫ણ હમણાં ખોળામાં નહિ લઉં.
More Read : જન્મ-શતાબ્દી-પુસ્તકમાળા














પ્રતિભાવો