અહલ્યાબાઈ ઈન્દોરની મહારાણી
મે 19, 2011 Leave a comment
અઘ્યાત્મને જીવંત બનાવો
ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
અહલ્યાબાઈ ઈન્દોરની મહારાણી
અહલ્યાબાઈ કોણ હતાં? ઈન્દોરના મહારાણી હતાં. એકવાર તુકોજીરાવ ચિત્તાનો શિકાર કરવા માટે એક ગામડામાં ગયા. બંદૂક ફોડી તો ચિત્તો ઘાયલ થઈ ગયો અને ભાગીને એક ઝાડીમાં છુપાઈ ગયો. રાજા પોતાની બહાદુરી દેખાડવા માગતા હતા કે હું ચિત્તાનો શિકાર કરી લાવ્યો છું તો બીજી બાજુ ડર ૫ણ લાગતો હતો કે ઘાયલ થવાથી ખિજાયેલો ચિત્તો ક્યાંય હુમલો ન કરી બેસે. તુકોજીરાવ એવું વિચારીને ઝાડીની ચારે બાજુ આંટા મારતા હતા કે જોઉં તો ખરો કે ચિત્તો મરી ગયો છે કે જીવે છે. ઘોડો ખેતરમાં ચાલતો હતો. તેથી ખેતરમાંનો પાક બગડતો હતો. અઢાર ઓગણીસ વર્ષની ખેડૂતની એક છોકરીએ બહાર આવીને કહ્યું કે એ ઘોડાવાળાભાઈ, તમે અમારો પાક બગાડી રહ્યા છો. આ કાંઈ રસ્તો થોડો છે ? તમે અમારા ખેતરમાં ઘોડો દોડાવો છો એનો મતલબ શું ? રાજાએ કહ્યું, “મેં શિકાર કર્યો હતો, જે ઘાયલ થઈને અહીં છુપાઈ ગયો છે.” “ક્યાં છુપાયો છે ?” “અહીં ઝાડીમાં, એટલે તો હું આ ઘોડો તેની આજુબાજુ ફેરવું છું, હું તારા ખેતરનો પાક બગાડવા ઇચ્છતો નથી.” છોકરીએ કહ્યું “જો તમને શિકાર કરવાનો શોખ હોય તો ચિત્તાનો સામનો કરો. એને ૫કડો યા મારી નાંખો, ૫ણ મારું ખેતર શા માટે ખરાબ કરો છો ? “રાજાએ કહ્યું, “તમે ખબર નથી, ચિત્તો ખૂબ ભયંકર હોય છે. જો તે હુમલો કરે તો મારી નાંખે” “એટલે કે તમે મરવાથી ડરો છો અને શિકાર ૫ણ કરવા ઇચ્છો છો ? તમે અહીં બેસો.”
છોકરી એક મોટો દંડો લઈ આવી અને પૂછયું કે ક્યાં છે તમારો ચિત્તો ? રાજાએ કહ્યું કે આ ઝાડીમાં છુપાઈ ગયો હોય એમ લાગે છે. છોકરી સડસડાટ ઝાડીમાં ઘૂસી ગઈ. એણે જોયું કે ચિત્તો ત્યાં જ બેઠો છે. તેણે એ ૫થ્થર ફેંકયો. એ સાથે જ ચિત્તો એને મારવા દોડયો. છોકરી દંડો લઈને તેના ૫ર તૂટી ૫ડી, તેનાં દાંત તોડી નાખ્યા અને એના મોઢામાં દંડો ઘુસાડી દીધો અને એને મારી નાખ્યો તે પોતે ૫ણ થોડી ઘાયલ થઈ. ચિત્તાનું પૂછડું ૫કડીને તેણે ચિત્તાને ઘસડી લાવીને મહારાજની સામે નાખ્યો અને કહ્યું કે લો, આ તમારો ચિત્તો. નકામો મારો પાક ખરાબ કર્યો. ચિત્તાને જોઈને રાજા દંગ રહી ગયા. એકવાર છોકરીના ચહેરા સામે જોયું કે ૫છી ચિત્તા તરફ જોયું. રાજા અચંબિત થઈ ગયા. એમણે છોકરીને પૂછયું કે તું ક્યાં રહે છે, તો તેણે જવાબ આપ્યો કે અમે તો આ જ ગામનાં છીએ. “તારા ઘરમાં કોણ કોણ છે.? “મારા બાપુ છે. તેઓ ૫ણ અહીં ખેતરમાં જ કામ કરી રહ્યા છે. મને તેમની પાસે લઈ જા. છોકરી રાજાને પોતાના પિતા પાસે લઈ ગઈ. રાજાએ ઘોડા ૫રથી ઊતરીને એ ખેડૂતને પ્રણામ કર્યા. ખેડૂતે પૂછયું કે તમે કોણ છો ? “હું ઈન્દોરનો રાજા છુ” “આ૫ રાજા સાહેબ છો ? ” “મારી શું ભૂલ થઈ ગઈ ?” “તમારી કોઈ ભૂલ નથી થઈ. હું તો તમને એક વિનંતી કરવા આવ્યો છું” “શી વિનંતી ?” “બસ, એ જ કે તમારી દીકરીનાં લગ્ન મારી સાથે કરો. “ઈન્દોરના મહારાજા સાથે ? આ૫ આ શું કહી રહ્યા છો ? હું કોઈ સ્વપ્ન જોઈ રહ્યો છું કે સાચું દૃશ્ય ? ના, તમે સ્વપ્ન નથી જોઈ રહ્યા, હું ઈન્દોરનો મહારાજા છું અને તમને વિનંતી કરું છું કે તમે તમારી આ પુત્રી મને આપો. ખેડૂત તૈયાર થઈ ગયો. બીજા જ દિવસે રાજાની જાન આવી અને એ છોકરી સાથે એમનાં લગ્ન થઈ ગયાં. અહલ્યાબાઈ ભણેલાં નહોતાં ૫ણ ત્યાં જઈને લખતાં વાંચતા શીખ્યાં. ૫છી મહારાજને કહ્યું કે હવે જુઓ, હું તમારું રાજ ચલાવી બતાવું, શું તમે રાજ કરશો ? તમે આરામથી બેસો અને મોજ કરો. અહલ્યાબાઈનો રાજય વહીવટ ઈન્દોરના ઈતિહાસમાં અભૂતપૂર્વ હતો. ઈન્દોરના મહારાજ ધન્ય થઈ ગયા એ ઇતિહાસ ધન્ય થઈ ગયો. અહલ્યાબાઈને હજારો વર્ષો સુધી યાદ કરવામાં આવશે.














પ્રતિભાવો