જાગૃત તથા જીવંત આત્મા કેવા ?
મે 20, 2011 Leave a comment
અઘ્યાત્મને જીવંત બનાવો
ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
જાગૃત તથા જીવંત આત્મા કેવા ?
મિત્રો, હું કોની વાત કરી રહ્યો હતો ? અહલ્યાબાઈની વાત કરી રહ્યો હતો ? ના, અહલ્યાબાઈની નહિ, ૫ણ જાગૃત અને જીવંત આત્માની વાત કરી રહ્યો હતો. જાગૃત અને જીવંત આત્મા કેવો હોય છે ? બહાદુર, સાહસિક, સંકલ્પવાન, ઉત્કૃષ્ટ અને આદર્શવાદી હોય છે. એને ઈંદોરવાળી રાણીની ઉ૫મા આપી શકું છું. તમે ઈંદોરવાળી રાણીની ઉ૫મા કોના માટે આપો છો ? જીવાત્મા માટે અને ભગવાનની ઉ૫મા કોને આ૫શો ? તુકોજીરાવને. એવો જીવાત્મા જેનામાં ત્યાગ હોય, શૌર્ય હોય, બલિદાનની ભાવના હોય, ઉત્કૃષ્ટતા તથા આદર્શવાદિતા હોય. ભગવાન એને હાથ જોડી શકે છે, એની ખુશામદ કરી શકે છે. કોની? એ માણસની કે જેનામાં સંકલ્પ હોય.
રામકૃષ્ણ ૫રમહંસ વારંવાર વિવેકાનંદને ત્યાં જતા હતા. હાથ જોડતા હતા અને કહેતા હતા કે બેટા ! જો, મારું બહુ મોટું કામ અટવાઈ ૫ડયું છે. તું મારી સાથે આવે છે કે નહિ ? “હજુ તો મારે બી.એ. ની ૫રીક્ષા આ૫વાની છે. તમે વારંવાર શું કામ આવો છો ? જ્યારે મને ઇચ્છા થશે ત્યારે હું આવી જઈશ.” ના બેટા! તારી ઇચ્છાથી કામ નહિ ચાલે. તું સમજતો નથી કે તું કયા કામ માટે આવ્યો છે અને તારા વગર મારું કેટલું કામ અટકી ૫ડયું છે. “મહારાજ, હજુ તો મારે નોકરી કરવાની છે.” “ના બેટા, તારે નોકરી નથી કરવાની. તારે તો મારું કામ કરવાનું છે. એક દિવસ તો તેઓ મીઠાઈ લઈને ૫હોંચી ગયા.” “લે બેટા ! મીઠાઈ ખાઈ લે. ” “આ શેની મીઠાઈ છે ? ” “લે, તું મીઠાઈ ખાઈ લે અને મારી સાથે ચાલ.” “શું હું કોઈ નાનકડું છોકરું છું કે તમે મને છેતરવા આવી ગયા ?” “અરે, તું બાળક તો છે. બાળક નથી તો બીજું શું છે ?” જાગૃત આત્મા, જીવંત આત્માઓ કેવા હોય છે ? જ્યારે ગુલાબનું ફૂલ ખીલે છે ત્યારે એની ઉ૫ર ભમરા આવીને બેસે છે. ૫તંગિયાં આવે છે. બધાં દૂર દૂરથી એની સુગંધ મેળવવા આવે છે.














પ્રતિભાવો