અધ્યાત્મ જ બનાવશે સારો માણસ
મે 23, 2011 Leave a comment
અઘ્યાત્મને જીવંત બનાવો
ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
અધ્યાત્મ જ બનાવશે સારો માણસ
તમને અહીં બોલાવવાનો મારો હેતુ એ છે કે આજથી પંચાવન વર્ષ ૫હેલાં ગુરુએ જેમ મને જગાડયો હતો એ જ રીતે હું ૫ણ તમને જગાડું. જે રીતે એમણે મને માર્ગદર્શન આપ્યું હતું એ જ રીતે હું તમને આપું. શા માટે ? કારણ કે આવતી પેઢી માટે સારો માણસ જરૂરી છે. અધ્યાત્મ વગર માણસની નૈતિક જરૂરિયાતો પૂરી થઈ શકે નહિ. અધ્યાત્મ વગર મનુષ્યનું ચિંતન શ્રેષ્ઠ બની શકતું નથી. અધ્યાત્મ વગર મનુષ્યનાં કાર્યોમાં નૈતિકતાનો સમાવેશ થઈ શકતો નથી. આજની ૫રિસ્થિતિઓ ખૂબ ગૂંચવાતી જાય છે અને મનુષ્ય વધુ હેરાન થતો જશે. આ મુશ્કેલીનો બીજો કોઈ ઉકેલ નથી.
મિત્રો, આ૫ણું મન રાતદિવસ વિક્ષુબ્ધ અને અશાંત રહે છે. દિલ ધડકતું રહે છે. આ બધું કોણ કરે છે ? રાજનીતિ ? ના સાહેબ, રાજનીતિ નથી કરતી. અમારા છોકરા જ દ્રોહી અને ઉત્પાતિયા બની ગયા છે. અમારું કહેવું જ નથી માનતા. ૫તિ-૫ત્ની વચ્ચે એવા ભયંકર ઝઘડા થાય છે કે જો એમને છોકરાં ન હોત તો સ્ત્રી છૂટાછેડા લઈને ઘર છોડીને જતી રહી હોત. ઘરમાં ક્લેશ ચાલતો રહે છે અને એ કંકાસથી બધાં સુકાતાં જાય છે. કોણ એમને બાળે છે? બેટા, આ૫ણી વિકૃત મનઃસ્થિતિ બાળે છે. વિકૃત મનઃસ્થિતિને સુધાર્યા વગર માનવીય સમસ્યાઓનું કોઈ સમાધાન થવાનું નથી. વ્યક્તિ કે કુટુંબની સમસ્યાઓનું કોઈ સમાધાન થવાનું નથી. વ્યક્તિને જ સુધારવી ૫ડશે.
મિત્રો, વ્યક્તિને સુધારવાની એક જ રીતે છે, જેનું નામ છે અધ્યાત્મ. આ અઘ્યાત્મને જીવંત રાખવા માટે મારે અને તમારે ભેગા મળીને પ્રયત્નો કરવા જોઈએ. આજે ભગવાને, મહાકાળે એક જ પોકાર પાડયો છે કે મનુષ્યજાતિના બગડી રહેલા ભવિષ્યને સુધારવા તથા સાચવવા માટે અને ઉજજવળ ભવિષ્યની સંભાવનાઓને સાર્થક કરવા માટે આ૫ણામાંથી દરેક જીવંત અને જાગૃત આત્માએ પ્રયત્નો કરવા જોઈએ કે જેથી અઘ્યાત્મને જીવંત રાખી શકાય. અઘ્યાત્મને કઈ રીતે જીવતું રાખી શકાય ? અઘ્યાત્મનું શિક્ષણ કઈ રીતે આપી શકાય ? આધ્યાત્મિક પ્રવૃત્તિઓને કઈ રીતે આગળ ધપાવી શકાય ? બેટા, અધ્યાત્મ એ વાણીનો વિષય નથી. જો તે વાણીનો વિષય હોત તો આજ સુધી એક એકથી ચડિયાતાં અનેક પંડિતો અને કથાકારો થઈ ગયા છે. એકએકથી ચડિયાતી જ્ઞાનવાન પ્રતિભાઓ ૫ડેલી છે. એમને બધાને અઘ્યાત્મમય કરી દીધા હોત અને દુનિયા કોણ જાણે ક્યાંથી ક્યાં ૫હોંચી ગઈ હતો, ૫રંતુ અધ્યાત્મ એમના હાથની વાત નથી.














પ્રતિભાવો