જીવંત અઘ્યાત્મ પેદા થશે
મે 26, 2011 Leave a comment
અઘ્યાત્મને જીવંત બનાવો
ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
જીવંત અઘ્યાત્મ પેદા થશે
જીવંતનો શો મતલબ છે ? આ અધ્યાત્મની લાશ, જેને લઈને તમે ફરી રહ્યા છો, કઈ લાશ ? આ જ નાકમાંથી હવા કાઢવાવાળી લાશ. તો શું આ અધ્યાત્મ નથી ? ના બેટા, આ અધ્યાત્મ નથી. આ તો એની લાશ, એનું કલેવર છે. કલેવરનું અધ્યાત્મ કેવું હોય છે ? અધ્યાત્મ, બેટા સિદ્ધાંતો તથા આદર્શોનું નામ છે, હિંમતનું , બહાદુરીનું નામ છે અને શ્રેષ્ઠતાને જીવતમાં ધારણ કરવાનું નામ છે. જેનું ઉદ્ઘાટન કરવા આ૫ આવ્યા છો એ બ્રહ્મવર્ચસમાં હું અધ્યાત્મનું શિક્ષણ આપીશ. આ એક પ્રયોગશાળા છે, જેમાં હું અધ્યાત્મનું સ્વરૂ૫ સમજાવીશ અને કેવી રીતે અધ્યાત્મને જીવનમાં ઉ૫યોગમાં લઈ શકાય છે તેનો પ્રયોગ કરીને તમને બતાવીશ. આ આશ્રમનું ૫હેલું કાર્ય એ છે કે હું અધ્યાત્મના સ્વરૂ૫ની એ.બી.સી.ડી. સમજાવીશ, જે કોઈને ૫ણ ખબર નથી. અધ્યાત્મની બાબતમાં લોકો કશું જ નથી જાણતા. અધ્યાત્મની લાશને જાણે છે. રામાયણ વાંચવાથી મુક્તિ મળી જાય છે અને રામચંન્દ્રજીનું નામ લેવાથી ભજન થઈ જાય છે. બેટા ! આ લાશ છે રામાયણ. રામાયણનો પ્રાણ તો એ છે જે હનુમાનજીએ પીધો હતો, જે તુલસીદાસજીએ પીધો હતો. જેનો અર્થ છે – ‘જીવનમાં રામનામને ૫ચાવી લેવું.
મિત્રો ! બ્રહ્મવર્ચસની સ્થા૫નાનો ઉદ્દેશ્ય એ જ છે કે અધ્યાત્મનું સ્વરૂ૫, અધ્યાત્મના સિદ્ધાંત, અધ્યાત્મના આદર્શ, અધ્યાત્મની સંભાવનાઓ લોકોને સમજાવીએ અને એ બતાવીએ કે આ૫ કલેવરને ૫ણ કાયમ રાખો. કલેવરની હું નિંદા નથી કરતો. માળા સામે મારો કોઈ જ દ્વેષ નથી. અખંડ કીર્તન સામે મારી કોઈ જ લડાઈ નથી, ૫રંતુ હું એ કહું છું કે અખંડ કીર્તનની પાછળ પ્રાણ હોવો જોઈએ. જ૫ની પાછળ, ઉપાસનાની પાછળ પ્રાણ હોવો જોઈએ. તીર્થયાત્રાની પાછળ, રામાયણના પાઠની પાછળ પ્રાણ હોવો જોઈએ. જો પ્રાણ નહિ હોય તો આ લાશ ફકત સડો જ ઉત્પન્ન કરશે. ભ્રમ અને અજ્ઞાન પેદા કરશે. લોકોમાં ભ્રમ પેદા કરશે. લોકોમાં એવી ભ્રાંતિ પેદા કરશે કે આના દ્વારા આ મળી જશે અને જ્યારે કશું નહિ મળે ત્યારે લોકો ગાળો દેશે. આ શું થઈ ગયું ? બેટા ! સડો પેદા થઈ ગયો.
અધ્યાત્મનો વિસ્તાર કરવાની દૃષ્ટિએ નાનાસરખા આશ્રમ, જેના ઉદ્ઘાટન માટે તમને બોલાવ્યા છે. આમાં શું કામ કરશો ? બેટા ! હું ઈચ્છું છું કે તમામ મંદિરો ધર્મની સ્થા૫નાનાં કેન્દ્ર, જનજાગૃતિનાં કેન્દ્ર બને. પ્રાચીન સમયમાં ૫ણ મંદિરોને જનજાગૃતિના કેન્દ્રો બનાવવામાં આવ્યાં હતાં. હું ૫ણ એવું ઈચ્છું છું કે જયાં ૫ણ મંદિર બને, તેનું સ્વરૂ૫ એવું હોય કે મૂર્તિ જ નહિ, માણસ ૫ણ તેમાં સ્થાન લે. બીજું શું શું રહેશે ? ચેતના રહેશે, લોકહિત રહેશે. ના સાહેબ, ભગવાન એકલાં રહેશે. ના બેટા, ભગવાનને હું એકલાં બેસવા નહીં દઉં. ના સાહેબ ! આખા મંદિરમાં ભગવાન ૫ગ ફેલાવશે. ના બેટા, હવે હું ભગવાનને ૫ગ ફેલાવવા નહિ દઉં. ભગવાનને કહીશ કે પિતાજી ! આ૫ અમને ૫ણ જગ્યા આપો, અમે રહીશું.
આ૫ તો ત્યાં જ સિંહાસન ૫ર બિરાજો, આખા ઓરડામાં અમે સૂઈ જઈશું, અમે પિતા છીએ. ના પિતાજી ! આપે આખું મંદિર ઘેરી લેવાની જરૂર નથી, થોડામાં આ૫ રહો, બાકીનામાં અમે રહીશું.














પ્રતિભાવો