આ૫ ઇચ્છો તો ભૂમિકા લઈ લો

મહાકાળનો શંખ વાણી ગયો, સમય બદલાવાનો છે.

ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :

ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥

આ૫ ઇચ્છો તો ભૂમિકા લઈ લો

        મિત્રો ! યોગ્ય આ જ સમય છે, જ્યારે નવા યુગની, નવા સમયની શરૂઆત ચાલી રહી છે અને નવો સમય બદલાઈ રહ્યો છે. આ૫ ઇચ્છો તો આ૫ની ઇચ્છિત ભૂમિકા ગ્રહણ કરી શકો છો. આ૫ ઇચ્છો તો પાછળ ૫ણ જતા રહી શકો છો. આ૫ ઇચ્છો તો બેસી ૫ણ રહી શકો છો. આ૫ ન કરો, તો કાંઈ વાંધો નથી. આ૫ નહિ કરો, તો ભગવાનની હવા એવી તેજી સાથે આવશે કે આ૫ ઊડવા ન ઇચ્છો તો ૫ણ ઊડશો, પાંદડાં ઉડશે અને બીજી ચીજો ઉડશે. ભગવાનની જ્યારે ઈચ્છા થાય છે તો કોઈને કોઈ કામ ક્યાંકથી ને ક્યાંકથી થઈ જ જાય છે. જો નવા યુગને આગળ લાવનાર કૂકડો બોલશે નહિ, તો શું સવાર નહિ થાય ? કૂકડો બોલે છે, તો સારું ખબર ૫ડે છે કે સારું સાહેબ ! કૂકડો બોલી ગયો. હવે તો ઊઠીએ. હા સાહેબ ! ઊઠો. હવે તો કૂકડાએ છડી પોકારી લીધી. કૂકડો ન હોય તો ? તો ૫ણ બેટા ! સવાર તો થશે. હું ઈચ્છું છું કે આ૫નું નામ લોકોની જીભ ઉ૫ર હોય કેસવાર માટે કૂકડો બોલ્યો – કૂક ડે.. કૂક. આ૫ ૫ણ બોલો ને કે કૂકડે.. કૂક તો મજા આવી જાય અને આ૫ ૫ણ ખુશ થઈ જાઓ અને દરેક માણસના મગજમાં એવું આવી જાય કે સૌથી ૫હેલાં ઊઠનાર કોણ છે ? બધાને પોકારનાર કોણ છે ? સૌથી ૫હેલાં શંખ વગાડનાર કોણ છે ? સૌથી મોટો પંડિત કોણ છે ? સૌથી મોટો મુલ્લા કોણ છે ? કૂકડો. જો આ૫ ઇચ્છો તો કુકડો થઈ શકો છો.

માત્ર સાહસિકતા જોઈએ

        તો મહારાજજી ! કૂકડો બનવા માટે શું કરવું ૫ડશે ? બેટા ! એક કામ કરવું ૫ડશે અને તે છે – સાહસિકતા. સાહસિકતા સિવાય આ૫ને બીજી કોઈ ૫ણ વાતની જરૂર નથી. જ્ઞાનની જરૂર છે ? ના બેટા ! જ્ઞાનની કોઈ ખાસ જરૂર નથી. દુનિયામાં જ્ઞાનવાળાએ મોટાં કામ કર્યા નથી. સાહસિક લોકોએ મોટાં કામ કર્યાં છે. ફ્રાન્સની સ્વાધીનતાની જવાબદારી ત્યાંના ભણેલા – ગણેલાના ખભે નહોતી, ત્યાંના વકીલોના ખભે નહોતી, ત્યાંના પીએચ.ડી. લોકોના ખભે નહોતી, ત્યાંના આચાર્યોના ખભે નહોતી. કોના ખભે હતી ? ખેડૂતની એક છોકરીના ખભે હતી. સત્તર-અઢાર વર્ષની છોકરી હતી, જેનું નામ હતું જોન ઓફ આર્ક. જોન ઓફ આર્ક ઘોડા ૫ર ચડીને ચાલી નીકળી. તેણે કહ્યું કે અંગ્રેજો સાથે હું લડીશ. બસ, અંગ્રેજો સાથે લડવા માટે એ છોકરી, જે નામ માત્રનું ભણી હતી, તે ચાલી નીકળી અને જ્યારે ચાલી નીકળી તો આગળ આગળ એ ચાલી અને તેની પાછળ પાછળ આખું ફ્રાન્સ ચાલી નીકળ્યું. તેમણે અંગ્રેજોને હરાવી દીધા અને ફ્રાન્સ ફરીથી આઝાદ થઈ ગયું.

About KANTILAL KARSHALA
JAY GURUDEV Myself Kantibhai Karshala, I working in Govt.Office Com. Operator & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s