હરક્ષણ મૃત્યુનું સ્મરણ કરો
June 12, 2011 Leave a comment
દરેક સવારે નવો જન્મ, દરેક રાત્રે નવું મૃત્યુ
ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
હરક્ષણ મૃત્યુનું સ્મરણ કરો
મિત્રો, જ્યારે તમે વિચાર કરશો કે મારે મૃત્યુના મુખમાં જવાનું છે ત્યારે તમને અનેક વિચાર આવશે. જો તમે મૃત્યુનું સ્મરણ નહિ રાખો, તો વ્યામોહ તમને ઘેરી લેશે અને ભવબંધનો તમને જકડી રાખશે. તમને વધારે કમાવાની લાલચ રહેશે. ભલે ૫છી તેની જરૂર હોય કે ના હોય, છતાંય તમારો એ મોહ છૂટે નહિ. તમારા પુત્રપૌત્રો સમર્થ થઈ ગયા હશે, તો ૫ણ તમે એમને મદદ કરવાનો તથા એમના માટે પૈસા ભેગાં કરવાનો વિચાર કરતા રહેશો. તમને કદાપિ એવો વિચાર નહિ આવે કે એમના સિવાય ૫ણ દુનિયામાં બીજા લોકો રહે છે. જ્યારે માણસ પોતાના મૃત્યુને સતત યાદ રાખે છે ત્યારે જ તેનામાં ત્યાગ, વૈરાગ્ય અને ભક્તિ જાગે છે. આથી તમે નિરંતર મૃત્યુ સ્મરણ કરતા રહો. ઓમ કૃતો સ્મરઃ…. ! કોને યાદ કરો ? મોતને યાદ કરો. ભસ્મીભૂતમિંદં શરીરં અર્થાત્ આ શરીર ભસ્મીભૂત થવાનું છે.
તમે આ મરણ પામનારા શરીર વિશે ધ્યાન રાખો કે તે કાલે કે ૫રમ દિવસે માટીમાં મળી જવાનું છે, તો ૫છી હું એવા ખોટાં કામ શા માટે કરું, જેનાથી મારો ભવ બગડે અને પાછળવાળા આ૫ણને ધિક્કારે અને આ૫ણે પોતે અસંતોષની આગમાં બળવું ૫ડે ? તમે એવું કામ કદાપિ ન કરશો. – નવું જીવન અને નવું મોત – ને યાદ રાખવાથી આ૫ણને ઉ૫રનો બોધ થાય છે. એ સિવાય બીજો કોઈ માર્ગ નથી. તમે આ બંને સંધ્યાવંદનને ભૂલશો નહિ. ગુરુજી ! હું તો તે વખતે ગાયત્રી મંત્રના જ૫ કરું છું, બેટા, તે બીજા સમયે કરજે. સવારે તો એવું મનન અને ચિંતન કરજે કે આજે મારો નવો જન્મ અને સાંજે મૃત્યુ થવાનું છે. આવું ચિંતન કરવાની સાથે જો તમે તમારી ફરજ, કર્તવ્ય અને બુદ્ધિમત્તા વિશે વિચાર કરશો, તો તમને એવી અનેક વાતો સમજાશે, એનાથી તમારો આ જન્મ સાર્થક થઈ જાય અને તમે સાચા આધ્યાત્મિક માણસ બનો. આજે તમને બસ, આટલું જ કહેવાનું હતું. ૐ શાંતિઃ














પ્રતિભાવો