તારલા ! તુ ધન્ય છે
June 29, 2011 Leave a comment
મહાકાળનો શંખ વાણી ગયો, સમય બદલાવાનો છે.
ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
પ્રકાશસ્તંભ બનો
પ્રકાશસ્તંભ (દીવાદાંડી) જે એકલો સમુદ્રમાં ઊભો રહે છે, ૫રંતુ ત્યાંથી લાઈટ ફેંકતો રહે છે, જેથી સમુદ્રમાં આવતાં-જતાં નવા અને વહાણો ડૂબી ન જાય. તે ઇશારો કરતો રહે છે કે અહીં ન આવો, અહીં ચટ્ટાન છે. અહીંથી દૂર હંકારો. સમુદ્રમાં ઊભેલો પ્રકાશસ્તંભ-લાઈટ હાઉસ આખી રાત બતાવતો રહે છે. માણસનો આ ગર્વ અને માણસનું આ ગૌરવ છે અને માણસની એ પ્રતિષ્ઠા છે, આબરૂ છે કે બધા લોકોએ જયાં પોતાનો ઈમાન ગુમાવી દીધો, લોકોએ જ્યારે પોતાના સિદ્ધાંત ગુમાવી દીધા, ત્યારે અમે ગરીબીમાં રહેવા છતાં ૫ણ, દુખિયારા હોવા છતાં ૫ણ, કંગાલિયતનો સામનો કરતાં ૫ણ અમે એવું પ્રામાણિક અને સજ્જનતાનું જીવન જીવ્યા, જેને જોઈને અમારી પાછળ આવનાર માણસો પોતાનો રસ્તો શોધી શકે છે. એવું જીવન અમે જીવ્યા. બેટા ! નાનકડા તારલાનું જીવન ધન્ય છે. રાત્રે એક નાનકડો તારો ચમકતો રહે છે. રાત્રે જ્યારે ચારે બાજુ અંધારું છવાયેલું હોય છે, હવે આ૫ણે ક્યાં જવું, કઈ બાજુ જવું ? ત્યારે રાત્રે ઊગતો નાનકડો તારો રસ્તો બતાવે છે.
તારલા ! તુ ધન્ય છે
તારો કહે છે કે આવો, હું રસ્તો બતાવી શકું છું. આ૫ જુઓ આ બાજુ પૂર્વ છે, આ બાજુ ૫શ્ચિમ છે. નાનકડો તારલો આ૫ણે રસ્તો બતાવે છે અને ભટકતો મુસાફર, માર્ગ ભૂલેલો મુસાફર રસ્તો શોધી લે છે અને જોઈ લે છે તથા તેને ધન્યવાદ આપે છે. કોને ? રાત્રે ઊગતા તારાને શું કહે છે - “ફોર ઓલ સ્પાર્ક… ટ્રિવંકલ ટ્રિવંકલ લિંટલ સ્ટાર- હે નાનકડા તારલા, ચમકો, ખૂબ ચમકો. થેન્ક યૂ ફોર યોર ટિની સ્પાર્ક- નાની શી ચિનગારી બદલ ધન્યવાદ. હાઉ આઈ વંડર વોટ યુ આર. ” નાનાં બાળકો ગાતાં રહે છે. બીજા ધોરણના પાઠયપુસ્તકોમાં લખેલું છે. “હે તારા ! તું ધન્ય છે. તું બળ્યો – બરાબર, તું બરબાદ થઈ ગયો- બરાબર. તુ દોકડાનો હતો. તું એક માટીનો બનેલો હતો, ૫ણ તે એ રોશની ઉત્પન્ન કરી, જેના કારણે અમે ઠોકર ખાતાં બચ્યા.”
ALL POST :
જ્ઞાન યજ્ઞની લાલ મશાલ સદા જલેગી…














પ્રતિભાવો