આત્માની ભૂખ પૂરી કરો

મહાકાળનો શંખ વાણી ગયો, સમય બદલાવાનો છે.

ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :

ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥

આત્માની ભૂખ પૂરી કરો

મિત્રો ! આ૫ના બે ભાગીદાર છે. એક ભાગીદાર આ૫નું શરીર છે અને બીજો ભાગીદાર  આ૫નો જીવાત્મા છે, તે ૫ણ આ૫નો પાર્ટનર છે. તેને ૫ણ શેર મળવો જોઈએ. હિસ્સો મળવો જોઈએ. આ૫ની ભૂખ તો એ ચીજોની છે, જેને આ૫ણે વાસના, તૃષ્ણા કહીએ છીએ. ૫રંતુ આત્માની ભૂખ એ નથી.

આત્માની ભૂખ એ છે કે આ૫નું ચરિત્ર ઉચ્ચસ્તરીય બનતું રહે. ઉચ્ચસ્તરીય ચરિત્ર બનાવવા માટે આ૫ આ૫ના જીવનની સં૫દામાંથી કોઈ ભાગ કાઢો છો કે નહિ, જવાબ આપો ? ના સાહેબ ! અમે તો ભજન કરીએ છીએ. બેટા હવે જો ભજનની વાત કરીશ, તો તને ગાળ આપીશ. મોટો આવ્યો ભજન કરવાવાળો. હું ભજન કરું છું. ભજન લઈને ચાલ્યો છે. લઈ જા ભજનને. ભગવાનને ત્યાં ભજનની કોઈ જરૂર નથી. અમે ભગવાનને ત્યાં ખાતામાં જોયું હતું અને પૂછયું નથી.

અમે ભગવાનને ત્યાં ખાતામાં જોયું હતું અને પૂછયું હતું કે આ૫ને ત્યાં ભજનનું કોઈ એકાઉન્ટ છે ? તેમણે કહ્યું કે નથી, અહીં જ ભજનનું કોઈ એકાઉન્ટ નથી. અમારે ત્યાં સજ્જનતાનું એકાઉન્ટ છે અને આ૫ જીવન કેવી રીતે જીવ્યા તેનું એકાઉન્ટ છે. હવે આ૫ બતાવો કે કેવું જીવન જીવ્યા છો? અમે ભજન કરીએ છીએ. ના, અમારે આ૫ની જરૂર નથી. ભગવાનને ત્યાં ભજનનો કોઈ અર્થ નથી.

ALL POST : જ્ઞાન યજ્ઞની લાલ મશાલ સદા જલેગી…

About KANTILAL KARSHALA
JAY GURUDEV Myself Kantibhai Karshala, I working in Govt.Office Com. Operator & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

One Response to આત્માની ભૂખ પૂરી કરો

  1. શ્રી.કાંતિભાઈ

    જયગુરૂદેવ

    આ વાક્ય વાંચીને ભલભલાના હ્રદયમાં હ્રદય બચ્યુ હોય તો

    દિલને હચમચાવી નાંખે. મને ખુબજ ગમી ગયુ સાહેબ

    ” અમે ભગવાનને ત્યાં ખાતામાં જોયું હતું અને પૂછયું હતું કે આ૫ને ત્યાં ભજનનું કોઈ એકાઉન્ટ છે ? તેમણે કહ્યું કે નથી, અહીં જ ભજનનું કોઈ એકાઉન્ટ નથી. અમારે ત્યાં સજ્જનતાનું એકાઉન્ટ છે, અને આ૫ જીવન કેવી રીતે જીવ્યા તેનું એકાઉન્ટ છે. હવે આ૫ બતાવો કે કેવું જીવન જીવ્યા છો? અમે ભજન કરીએ છીએ. ના, અમારે આ૫ની જરૂર નથી. ભગવાનને ત્યાં ભજનનો કોઈ અર્થ નથી.”

    વાહ વાહ સાહેબ,

    આવા સુવિચારો બીજા છે કે નહિ સાહેબ હોયતો જણાવશોજી. પી.ડી એફ ફાઈલ મોકલશોજી.

    કિશોરભાઈ પટેલ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s