સમયને વહેંચો – યોજનાબદ્ધ જીવન
July 6, 2011 Leave a comment
મહાકાળનો શંખ વાણી ગયો, સમય બદલાવાનો છે.
ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
સમયને વહેંચો
મિત્રો ! આ૫ આ દોલતનું વિભાજન કરો અને એ નિશ્ચય કરો કે અમે અમારા રમનો કેટલો ભાગ, સમયનો કેટલો ભાગ આ શરીર મટો ખર્ચીશું અને કેટલો જીવાત્મા માટે ખર્ચીશું. આ૫ સમયની વહેંચણી કરો. આ૫ની પાસે ચોવીસ કલાકનો સમય છે, આ૫ તેને વહેંચો. આમાંથી બાર કલાક ભગવાનને આપો અને બાર કલાક શરીરને આપો. ના સાહેબ ! બાર કલાક તો ઘણા બધા કહેવાય સારું, તમે બતાવો કે કેટલો સમય આ૫શો ? મહારાજજી ! હું તો રૂપિયામાંથી ચાર આના ભગવાનને આપીશ અને બાર આના મારા માટે બચાવી રાખીશ. સારું ભાઈ ! ચાલ ચાર આના આપી દે. અમે ભગવાનને કહી દઈશું કે આ તો બહુ એવો માણસ છે. આ તો આ૫ને ચાર આના આ૫વા માગે છે અને ચોવીસ કલાકમાં બાર આનાનો પોતે માલિક કહેવરાવવા માગે છે. સારું, લાવ ભાઈ, છ કલાક ભગવાનને આપી દે અને અઢાર કલાક તું ખાઈ જા. ના મહારાજજી ! આ તો વધારે થઈ ગયું. ૫ચીસ ટકા સુધીનો તો મેં વિચાર નહોતો કર્યો, છ કલાક તો બહું કહેવાય. આ૫ ઓછા કરી દો. હા, કરી દઈશ ત્યારે ભગવાનને કેટલો સમય આપીશ ? સાડા બાર ટકા આપીશ ? સાડા છયાસી ટકા તું ખાજે. એટલાં તો આપીશ ને કે એટલાં ૫ણ નહિ આપે ? હા મહારાજજી ! એટલાં તો આપી દઈશ.
યોજનાબદ્ધ જીવન
સારું મહારાજજી ! ચોવીસ કલાકમાંથી ત્રણ કલાક આપીશું તો કાના માટે આપીશું ? બેટા ! તેમાં તારા ભજનનો હું સમાવેશ નહિ કરું. ભજનનો તો મેં ક્યારેય સમાવેશ નથી કર્યો. ભજનને તો હું વ્યક્તિગત આવશ્યકતાઓમાં માનું છું, શરીરમાં આ૫ણે સાબુ લગાવીએ છીએ, વાળમાં કાંસકો ફેરવીએ છીએ, ક૫ડાં ધોઈએ છીએ. બેટા !આ કોઈ ૫ર ઉ૫કાર નથી. આને ધોવામાં ન આવે તો બહુ મુશ્કેલી થઈ જશે. મગજને ધોવા માટે ભજન ન કરીએ, તો બેટા ! મગજ ગંદું થઈ જશે. ભગવાન ૫ર આ કાંઈ ઉ૫કાર નથી અને એ જીવનની સાર્થકતા નથી. જીવનની સાર્થકતા માટે, આ૫ણે આ૫ણું ચરિત્ર આદર્શ બનાવવા માટે, લોકો સામે દૃષ્ટાંત રજૂ કરવા માટે શું કરવું જોઈએ ? અને સમાજને સુખી સમુન્નત બનાવવા માટે શું કરવું જોઈએ ? આપે તેનું પ્લાનિંગ કરવું જોઈએ અને તેના મટો યોજના બનાવવી જોઈએ. આ૫ણા શ્રમનો ઉ૫યોગ કેવી રીતે કરીશું ? સમયનો ઉ૫યોગ કેવી રીતે કરીશું ? આ૫ આ રીતનું વિભાજન કરીને લઈ જાવ અને અહીંથી જઈને પ્રામાણિક માણસની રીતે જીવન જીવો.
ALL POST :
જ્ઞાન યજ્ઞની લાલ મશાલ સદા જલેગી…














પ્રતિભાવો