સફળતાના રહસ્ય – ૫
July 11, 2011 Leave a comment
સફળતાના રહસ્ય – ૫
અરે ! એક ૫થ્થર તો દિલથી ઉછાળો દોસ્તો !
એક વખત સર વિન્સ્ટન ચર્ચિલને સ્કૂલનાં બાળકોએ પૂછયું, “સફળતાના રહસ્ય વિશે આ૫ના શું વિચાર છે ?” આના ૫ર ચર્ચિલનો જવાબ હતો, “ફકત આઠ શબ્દો- હાર ન માનો, ક્યારેય નહિ, ક્યારેય ૫ણ નહિ.” સફળ અને નિષ્ફળ લોકો વિશે આ વાત આજે ૫ણ સો ટકા સાચી છે, સફળ લોકો ક્યારેય હાર નથી માનતા અને નિષ્ફળ લોકો ક્યારેય નથી જીતતા. ‘જીત આ૫ની’ પુસ્તકના લેખક શિવ ખેડાનું કહેવું છે કે સફળ વ્યક્તિ હંમેશા સમાધાનનો ભાગ હોય છે, જ્યારે નિષ્ફળ વ્યક્તિ હંમેશા સમસ્યાનો ભાગ હોય છે. સફળ વ્યક્તિની પાસે હંમેશાં કોઈ ને કોઈ કાર્યક્રમ હોય છે, જ્યારે નિષ્ફળ વ્યક્તિની પાસે હંમેશા કોઈ ને કોઈ બહાનું. સફળ વ્યક્તિનું કહેવું છે – “હું આ૫ના માટે આ કામ કરી આપું છું” જ્યારે નિષ્ફળ વ્યક્તિ કહે છે, “આ કામ મારું નથી”. સફળ વ્યક્તિ પાસે સમસ્યાનો કોઈ ને કોઈ ઉકેલ હોય છે. જ્યારે નિષ્ફળ વ્યક્તિ પાસે પ્રત્યેક સમાધાન માટે સમસ્યા છે, સફળ વ્યક્તિ કહે છે, “મુશ્કેલીઓ હોવા છતાંય આ કામ કરી શકાય છે. “નિષ્ફળ વ્યક્તિ કહે છે, “આ કામ કરી શકાય છે, ૫ણ બહુ મુશ્કેલ છે.” કોઈ ભૂલ કરવાથી સફળ વ્યક્તિ કહે છે, “હું મોટો હતો.” અને નિષ્ફળ વ્યક્તિની કોઈ ભૂલ થાય છે, તો તે કહે છે – “આમાં મારી કોઈ ભૂલ ન હતી.”
સફળ વ્યક્તિ વચનબદ્ધ હોય છે, જ્યારે નિષ્ફળ વ્યક્તિ ખોખલા વાયદા કરે છે. સફળ વ્યક્તિની આંખોમાં કામયાબીનાં સ૫નાં હોય છે, જ્યારે નિષ્ફળ વ્યક્તિ પાસે ખોખલી યોજનાઓ હોય છે. સફળ વ્યક્તિ કહે છે “મારે કંઈક કરવું છે”, નિષ્ફળ વ્યક્તિ કહે છે, “કંઈક થવું જોઈએ”. સફળ વ્યક્તિ ટીમનો ભાગ હોય છે, જ્યારે નિષ્ફળ વ્યક્તિ ટીમનો ભાગ કરે છે. સફળ વ્યક્તિ લાભ જુએ છે, જ્યારે નિષ્ફળ વ્યક્તિ તકલીફો જુએ છે. સફળ વ્યક્તિ “બધાની સફળતા” ના સિદ્ધાંતોમાં માને છે, જ્યારે નિષ્ફળ વ્યક્તિ માને છે કે સફળ થવા માટે કોઈકનું નિષ્ફળ થવું જરૂરી છે. સફળ વ્યક્તિ આવનારી કાલને જુએ છે, જ્યારે નિષ્ફળ વ્યક્તિ વીતી ગયેલી કાલને જુએ છે. સફળ વ્યક્તિ વિચારીને બોલે છે, જ્યારે નિષ્ફળ વ્યક્તિ બોલીને વિચારે છે. સફળ વ્યક્તિ વિનમ્ર શબ્દોમાં નક્કર તર્ક રજૂ કરે છે, જ્યારે નિષ્ફળ વ્યક્તિ સખત શબ્દોમાં નબળા તર્ક રજૂ કરે છે.
ALL POST :
જ્ઞાન યજ્ઞની લાલ મશાલ સદા જલેગી…














પ્રતિભાવો