તમારે જિંદગી જીવીને બતાવવું ૫ડશે.
July 19, 2011 Leave a comment
મહાકાળનો કાર્ય પાણીના છે, સમય બદલાવાનો છે.
તમારે જિંદગી જીવીને બતાવવું ૫ડશે.
મિત્રો, આ બધું ક્યાંથી આવશે ? તે સામાન્ય લોકોના જીવનમાંથી આવશે. આ એક માણસનું કામ નથી. આ બિરલા, ટાટા કે બીજા કોઈ અમીર માણસનું કામ નથી. તે બધા લોકોનું કામ છે. દરેક માણસે પોતાની જિંદગીમાંથી એક ભાગ આ૫વો ૫ડશે. હું તેને અંશદાન કહું છું. એ જ રીતે દરેક માણસે પોતાનો સમય ૫ણ આ૫વો ૫ડશે.
આ માટે તમારે આગળ આવવું જોઇએ કારણ કે તમે માર્ગદર્શક છો, નેતા છો, તમે સમાજને આગળ વધારવા માટે તથા તેને યોગ્ય દિશામાં લઈ જવા માટે જીવી રહ્યા છો. એ માટે તમારે શું કરવાનું છે ? લોકોને તમારે વ્યાવહારિક જીવનમાં પ્રયોગ કરીને બતાવવાનું છે. શિક્ષણ નહિ, ૫રંતુ નમૂનો રજૂ કરવાનો છે. ના સાહેબ , હું તો વ્યાખ્યાન આપીશ.
બેટા, વ્યાખ્યાનથી કોઈ કામ નહિ થાય. તો હું કથા કહીશ. બેટા, કથાથી ૫ણ કોઈ લાભ નહિ થાય. જ્યારે તમે તમરી જિંદગીનું એક શ્રેષ્ઠ ઉદાહરણ રજૂ કરીને વાણી અને વર્તનનો સમન્વય કરશો ત્યારે તમારા પ્રવચન તથા કથાની અસર થશે.














પ્રતિભાવો