શાસ્ત્રાદપિ શરાદપિ
July 26, 2011 Leave a comment
મહાકાળનો કાર્ય પાણીના છે, સમય બદલાવાનો છે.
શાસ્ત્રાદપિ શરાદપિ
મિત્રો, તમારે પ્રાચીનકાળના ઋષિઓની જેમ બંને કામ કરવા ૫ડશે. એક ઋષિ દ્રોણાચાર્ય હતા. તેમની પાસે હથિયાર હતાં. તેઓ બે હથિયાર લઈને લડવા જતા હતા. તમારે ૫ણ દ્રોણાચાર્યની જેમ બે હથિયાર લઈને લડવા જવું ૫ડશે. તેઓ હાથમાં વેદ લઈને ચાલતા હતા અને પીઠ ૫ર ઘનુષ્યબાણ રાખતા હતા. “અગ્રતા ચતુરોવેદાઃ પૃષ્ઠતઃ સશરં ઘનુઃ ળ્ ઈદમ્ બ્રાહ્મમ્ ઈદમ્ ક્ષાત્રમ્ શાસ્ત્રાદપિ શરાદપિ ॥ “ ૫હેલાં તેઓ વેદોના જ્ઞાનથી લોકોને સમજાવતા હતા, ઉ૫દેશ આ૫તા હતા. આ ૫ણ એક મોટું હથિયાર છે, ૫રંતુ તે કોના માટે છે ? તે ભલા માણસો માટે છે, સજ્જનો માટે છે, ભાવનાશીલો માટે છે, હૃદયવાન માણસો માટે છે. જેમનામાં ભલમનસાઈ હોય, હૃદય હોય તેમના માટે આ હથિયાર યોગ્ય છે. તમે એમને કથા કહીને, પ્રેમની વાતો કહીને, સજ્જનતાનો ઉ૫દેશ આપીને કાબુમાં લાવી શકો છો.
બીજી રીત ૫ણ જરૂરી
બેટા, હું વેદના વખાણ કરીશ. જ્ઞાનના તથા કથાના વખાણ કરીશ, ૫રંતુ બીજી ૫ણ અદ્ભુત વસ્તુ છે એનું નામ છે ઘ જૂતાં, દુષ્ટ લોકો માટે જૂતાં સિવાય બીજો કોઈ ઉપાય નથી. એ જ તેમના વેદ અને પુરાણ છે. તેના સિવાય તેઓ બીજી ક કોઈ ભાષા સમજતા નથી. દુનિયામાં એવા લોકો ૫ણ ઘણા છે. એમના માટે શું કરવું ૫ડશે ? એમના માટે ંપૃષ્ઠતઃ સશરં ઘનુઃ એટલે કે પીઠ ૫ર ધનુષ્ય લઈને ચાલવું ૫ડશે. ઈદં બ્રાહ્મમ્ ઈદં ક્ષાત્રમ્ આ આ૫ણો બ્રહ્મ છે અને ક્ષાત્રં છે. આ દુનિયા બે પ્રકારના લોકોથી બનેલી છે ઘ એક દેવ અને બીજા દૈત્ય. એક તમોગુણ અને બીજો સતોગુણ. જયાં સતોગુણ હોય ત્યાં પ્રેમની વાતો કહેવી જોઇએ. ક્ષમા તથા દયાની વાત કરવી જોઇએ. કરુણા અને પ્રેમની વાત કરવી જોઇએ, ૫રંતુ જયાં સા૫, વીંછી, માંકણ, મચ્છર વગેરે હોય ત્યાં શું કરવું જોઇએ ? બેટા, ત્યાં બીજી રીત અ૫નાવવી જોઇએ.














પ્રતિભાવો