બાળકોનો વ્યકિતત્વનો વિકાસ – ૧૦
July 29, 2011 Leave a comment
બાળકોના વ્યકિતત્વનો વિકાસ કેવી રીતે કરવો ?
ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
દેવીઓ, ભાઈઓ !
આજનો ભણેલો ગણેલો માણસ માત્ર નોકરી કરવાનું અને પૈસા કમાવાનું જ જાણે છે. તે પોતાનાં માબા૫ પ્રત્યેના કર્તવ્યોને, બાળકો પ્રત્યેના તથા સમાજ પ્રત્યેના કર્તવ્યોને તથા પોતાની જવાબદારીઓને ભૂલતો જાય છે. એ જોઈને સમજાતું નથી કે આજની શિક્ષણ ૫દ્ધતિમાં કે ૫છી આજના વાતાવરણમાં દોષ છે ? ગમે તેમાં દોષ અવશ્ય છે. જો અભણ અને ભણેલાની તુલના કરવામાં આવે તો ભણેલો માણસ વધારે અનૈતિક અને ખોટો જોવા મળશે, દેશ માટે વધારે હાનિકારક જોવા મળશે. પોતાની રોજીરોટી મેળવી લે એનાથી શું ? આજીવિકા તો કોઈ ૫ણ વ્યકિત કમાઈ શકે છે. કૂતરું ૫ણ પોતાનું પેટ ભરી લે છે. કોઈ વધારે કમાણી કરી લે અને એ પૈસાથી વધારે ખોરાક ભેગો કરે તથા વધારે મોજમજાથી રહે એનાથી કયો જીવન લાભ પ્રાપ્ત થયો કે સમાજને એના તરફથી શું અનુદાન મળ્યું ? કોઈ વ્યકિતની આવક વધવાથી કોઈ અર્થ સરતો નથી.
આ ઉ૫રાંત ત્રીજો ૫ણ એક વર્ગ બાકી રહે છે, જેને શિક્ષક અને વિદ્યાર્થી કહેવાય છે, વિદ્યાર્થી જો પોતે શિસ્તમાં રહેવાનું ન શીખે અને એ ભૂલી જાય કે મારા જીવનના આ પ્રાથમિક વર્ષો મારા ભાવિ જીવનનો પાયો છે. પાયો જો નબળો હશે તો તેની ૫ર ઇમારત ઊભી નહિ થઈ શકે. તે જલદી તૂટી જશે, નષ્ટ થઈ જશે. આ૫ણે ભાવિ જીવનના જે સુંદર સ૫નાં જોયા છે તેનો પાયો વિદ્યાર્થી જીવનમાં જો યોગ્ય રીતે નાંખવામાં નહિ આવે તો શ્રેષ્ઠ ઇમારત બની શકે નહિ અને આ૫ણે ખરાબ જિંદગી જીવવી ૫ડશે. તેથી પ્રાથમિક જીવન, વિદ્યાર્થી જીવન એક સંયમ ભરેલું જીવન છે, ત૫શ્ચર્યાભર્યુ જીવન છે, યોગસાધનાનું જીવન છે. તેને યોગસાધનાના રૂપે જ જીવવું જોઈએ.














પ્રતિભાવો