પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૨૯
August 17, 2011 Leave a comment
ભૂસાવળનો ગાયત્રી યજ્ઞ
હું આખા રસ્તે એ જ વિચાર કરતો રહ્યો કે સંત જ્ઞાનેશ્વરે ભેંસ પાસે વેદ મંત્ર કેવી રીતે બોલાવ્યા હશે એ વાત મને સમજાતી નહતી. ૫રંતુ હવે સમજાઈ ગયું કે જેવી રીતે મારા જેવા ઓછી બુદ્ધિવાળાને ગુરુદેવે પોતાની શક્તિથી આવો મહાન બનાવી દીધો તો અવશ્ય ભેંસ પાસે વેદમંત્ર બોલાવડાવ્યા હશે. ભુસાવળની સમસ્ત જનતાએ મારું સ્વાગત વિદ્વાન પંડિતના રૂપે કર્યુ. હવે મને સમજાઈ ગયું કે ગુરુદેવની અંદર શક્તિ છે કે તેઓ લઘુને મહાન બનાવી શકે છે.
મેં વિચાર્યુ કે મને એવા ગુરુ મળ્યા જેમણે મારું અજ્ઞાન દૂર કર્યું અને હું ખૂબ ભાગ્યશાળી છું. જ્યારે હું ગુરુદેવ પાસે ગયો ત્યારે એમણે એક વાત કહી હતી કે બેટા ! તું મારું કામ કર. બાકીનું બધું હું સંભાળી લઈશ. તને હમેશાં એવું લાગશે કે અમે અને વુંદનીય માતાજી હમેશાં તારી સાથે છીએ. જે જરા ૫ણ તારી તરફ ખરાબ દષ્ટિએ જોશે એની આંખ અમે કાઢી લઈશું. આજ સુધી મને એવું નથી લાગ્યું કે હું એકલો છું. મારી આગળ પાછળ મારા ગુરુદેવ રહે છે. મારા માલિક મારી દરેક પ્રકારે રક્ષા કરે છે. આનાથી મારો ભય દૂર થઈ ગયો છે. જેની સાથે ફોજદાર હોય એને ચોરોનો ભય શા માટે રહે ? હવે મને એવું લાગે છે કે હેં એકલો નથી. મારી સાથે મારા ગુરુદેવ અને વંદનીય માતાજી હમેશાં રહે છે. તેથી તો આટલાં મોટાં કાર્ય કરું છું. દરેક ભાઈ બહેનો માટે આ રસ્તો ખુલ્લો છે. પ્રત્યેક ભાઈ બહેન વિદ્ધાવન બની શકે છે.
ગુરુદેવ વ્યક્તિ નહીં, શક્તિ હતા. ઓછામાં ઓછા બે કલાકનો સમય એમના વિચારોને ફેલાવવા માટેલગાડો. ગાયત્રી એટલે ઉંચા વિચાર અને યજ્ઞ એટલે ઉંચા કર્મ. આ પોતાના જીવનમાં ધારણ કરો. ગુરુદેવના આજ ગાયત્રી અને યજ્ઞ છે. એકલો યજ્ઞ કરવાથી કામ નહીં ચાલે. યજ્ઞીય જીવન જીવવું જોઈએ. યજ્ઞ તો પ્રતીક છે. આ કાર્યક્રમથી મારી હિંમત વધી ગઈ.














પ્રતિભાવો