બુદ્ધિ વધારનારી જડી બુટૃીઓ
August 26, 2011 Leave a comment
બુદ્ધિ વધારનારી જડી બુટૃીઓ
નિઘંટું ગ્રંથોના અવલોકનથી ખબર ૫ડે છે કે (૧) જ્યોતિષ્મતી, (ર) બ્રાહ્મી, (૩) શંખપુષ્પી, (૪) વજ, (૫) શતાવરી, (૬) ગોરખમૂંડી, (૭) બાવચી, (૮) અપામાર્ગ, (૯) ખંભારી, (૧૦) વિદારીકંદ, (૧૧) નગોડ, (૧ર) શાંખિની, (૧૩) ભાંગરો, (૧૪) અશ્વગંધા, (૧૫) મોચરસ, (૧૬) ઉટંગનનાં બીજ, (૧૭) શમીવૃક્ષ, (૧૮) કેતકી (૧૯) મંડૂક૫ર્ણી (ખડબ્રાહ્મી), (ર૦) ખેર (ર૧) આમળા, (રર) મધ. આ બધી ઔષધિઓ બુદ્ધિવર્ધક છે.
ખાદ્ય૫દાર્થોમાં દાડમ, બથવાની, ભાજી, જવ, લસણ, સિંધવ, ગાયનું દૂધ તથા ઘી, માલકાંગણી, રીંગણ વગેરે બુદ્ધિવર્ધક છે.
-ગળો, અઘેડો, વાવડિંગ, મંખપુષ્પી, બ્રાહ્મી, વજ, સૂંઠ, શતાવરી આ બધાને સરખા ભાગે લઈ તેનું ચૂર્ણ બનાવવું અને સવારે પાંચથી દસ ગ્રામ જેટલું સાકરની સાથે લેવું. તેનાથી ત્રણ હજાર શ્ર્લોકો કંઠસ્થ કરવાની શક્તિ પ્રાપ્ત થાય છે. –યોગ ચિંતામણિ
- વજનું પાંચ ગ્રામ જેટલું ચૂર્ણ પાણી, દૂધ કે ઘી સાથે એક માસ સુધી લેવાથી મનુષ્ય પંડિત અને બુદ્ધિમાન બની જાય છે. – બૃહદ્ નિઘંટુ
-શંખપુષ્પી વિશેષરૂપે બુદ્ધિ વધારે છે. – ચરક
-શતાવરી, ગોરખમૂંડી, ગળો, હસ્તકર્ણ, ખાખરો અને મૂસળી આ બધાનું પૂર્ણ બનાવીને મધ અથવા ઘી સાથે સેવન કરવું. આનાથી મનુષ્ય વૃદ્ધાવસ્થા, રોગ અને મૃત્યુથી રહિત થઈ બળવાન, વીર્યવાન, કાંતિવાન અને શુદ્ધબુદ્ધિવાળો બની જાય છે. – ભાવપ્રકાશ
-મંડૂક૫ર્ણીનો સ્વરસ એક તોલો તથા સાકરને લગભગ અઢીસો ગ્રામ ધારોષ્ણ કે હુંફાળા દૂધમાં મેળવીને પ્રાતઃકાળે પીવું. જ્યારે તે ૫ચી જાય ત્યારે દૂધ સાથે જવનું ભોજન કરવું. આ રીતે ત્રણ માસ કરવાથી મનુષ્ય બ્રહ્મતેજવાળો તથા વેદવકતા બની જાય છે અને સો વર્ષ સુધી જીવે છે. – સુશ્રુત
- બીલીના મૂળની છાલ અને શતાવરીનો કવાથ દરરોજ દૂધ સાથે સ્નાન અને હવન કર્યા ૫છી પીઓ. એનાથી આયુષ્ય અને બુદ્ધિમાં વધારો થાય છે. – સુશ્રુત
-ગાયત્રી મંત્રના જ૫ કરવાથી બુદ્ધિ વધે છે એવો અનેક ગ્રંથોમાં ઉલ્લખે છે અને ઘણા સાધકોનો અનુભવ છે.














પ્રતિભાવો